તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:દુદાસણમાં પત્નીને લેવા ગયેલા પતિ પર હુમલો કરતાં ઝેર પીધું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના દુદાસણ ગામે પત્નિને લેવા માટે ગયેલા યુવક ઉપર સાસરીપક્ષના સભ્યોએ હૂમલો કરતાં યુવકે ઝેર પી લીધુ હતુ. આ અંગે શિહોરી પોલીસ મથકે નવ વ્યકિતઓ વિરૂધ્ધ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હારથજ તાલુકાના દુનાવાડાના મહેશજી ધનાજી ઠાકોરના લગ્ન સાટા પધ્ધતિથી કાંકરેજ તાલુકાના દુદાસણ ગામના સોવનજી લવજીજી ઠાકોરની દીકરી શિલ્પાબેન સાથે થયા હતા. મહેશજી અને શિલ્પાબેન શિહોરીમાં તેમના મામા રમેશજી નારસંગજી ઠાકોર પાસે ઉઘડ જમીન વાવી રહેતા હતા. દરમિયાન શિલ્પાબેનને તેના પિયરના લોકો ઘરે લઇને જતા રહ્યા હતા. આથી મહેશજી તેણીને લેવા માટે જતાં પત્નિ શિલ્પાબેન, દશરથજી જોરાજી ઠાકોર, સોવનજી લવજીજી ઠાકોર, રઇબેન સોવનજી ઠાકોર, શૈલેષજી સોવનજી ઠાકોર, નરેશજી સોવનજી ઠાકોર, પોપટજી લવજીજી ઠાકોર, વિજયજી પોપટજી ઠાકોર અને કુરશીજી લવજીજી ઠાકોરે મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેના ત્રાસથી મહેશજીએ ઝેરી દવા પી લીધી હતી. જેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે ધનાજી બાબુજી ઠાકોરે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહેશજીએ સાસરીયાઓના ત્રાસથી ઝેરી દવા પીધી હોવા અંગેની ત્રણ ચિઠ્ઠીઓ લખી હતી.

અન્ય સમાચારો પણ છે...