નશાબંધી સપ્તાહ-2020:જિલ્લામાં ગાંધી જયંતી નિમિત્તે નશાબંધી સપ્તાહ ઉજવાશે

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

2 થી 8 ઓક્ટોબર સુધી નશાબંધી અને આબકારી ખાતા દ્વારા નશાબંધી સપ્તાહ-2020ની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની નશાબંધી અને આબકારી ખાતાની કચેરી, પાલનપુર તથા વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે.

જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીની શરૂઆત પાલનપુર ખાતે આવેલ કે.કે.ગોઠી હાઈસ્કુલમાં કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પ્રારંભ કરાવવામાં આવશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીડીઓ અજય દહીયા અને પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, અતિથિ વિશેષ તરીકે સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ અને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુરના પ્રમુખ રમેશભાઇ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ જિલ્લામાં નશાબંધી સપ્તાહ કાર્યક્રમો ગોદડપુરા, છાપી, વડગામ, થરાદ, ભીલડી, ભાભર, નારગઢ, દિયોદર ખાતે યોજાશે. જેમાં નશામુક્ત સમાજના નિર્માણ માટે જનજાગૃતિ લાવવાના વિવિધ કાર્યક્રમો થકી આ નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે તેમ નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક એસ.પી.વાઘેલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...