કમોસમી વરસાદ:બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ

16 દિવસ પહેલા
  • જિલ્લાના મોટા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને પહેલેથી સાવચેત કરાયા હતા

હવામાન વિભાગની આગાહીને લઇ બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર શરૂ થયો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં ઠંડીનું જોર ઘટ્યું છે.

જિલ્લામાં વહેલી સવારથી ઘનઘોર વાદળ છાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગની આગાહીને લઇ જિલ્લાના મોટા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને પહેલેથી સાવચેતી રાખવા જણાવાયું હતુ. જેથી ખેડૂતોનું મોટુ નુકસાન ટળ્યું છે.

આ અંગે ડિઝાસ્ટર અધિકારી સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગની આગાહી જણાવ્યા અનુસાર બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા છાંટા પડશે આ સંદર્ભે કલેક્ટરના આદેશ અનુસાર જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા જિલ્લા રજિસ્ટરે સૂચના આપી હતી કે, કોઈ ગોડાઉનમાં કે બહાર અનાજ પડેલું હોય તાત્કાલિક ધોરણે તેને સલામત જગ્યાએ ખસેડવામાં આવે. કોઈ બનાવ થાઈ તો તમામ કંટ્રોલ રૂમ 24 કલાક સ્ટેન્ડબાય રહેવાની સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...