તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પાલનપુરમાં 3 કરોડના ખર્ચે બનાવેલા બસ સ્ટેન્ડમાં પીવાના પાણીની સમસ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદના પાણીથી બોરનું વાયરિંગ બળી જતા ટાંકીમાં પાણી ચડાવી શકાતંુ નથી

પાલનપુર એસ.ટી. બસ સ્ટેશન છેલ્લા દસ દિવસથી બોરની ઓરડીમાં ગોઠવેલુ વાયરીંગ બળી જતા પાણી ટાંકીમાં ચડાવી શકાતું નથી જેના કારણે મુસાફરોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. જેથી ઝડપથી વાયરીંગ રિપેરીંગ કરી પરબ ઉપર પાણી ચાલુ કરાવવામાં આવે તેવી મુસાફરોની માંગ છે.પાલનપુર શહેરમાં નવિન બસ સ્ટેશનની ઓરડીમાં કોન્ટ્રાક્ટર દ્વારા અધુરૂ પ્લાસ્ટર કરવાના કારણે ચોમાસાનું વરસાદી પાણી ઓરડીમાં જાય છે.

જેના કારણે તાજેતરમાં પડેલા 4 ઇંચ વરસાદમાં વરસાદી પાણી ઓરડીમાં પડયુ હતુ. જેના કારણે ઓરડીમાં ગોઠવેલ પાણી માટે ગોઠવેલુ વાયરીંગ બળી ગયુ હતુ. જેના કારણે છેલ્લા 10 દિવસથી પાણી ટાંકીમાં ચડાવી શકાતું ન હોવાના કારણે બસ સ્ટેશનમાં બનાવેલા પાણીની પરબના નળોમાં પાણી આવતું નથી જેના કારણે મુસાફરો પાણી પીવા જાય તો નળમાંથી પાણી ન આવતા ભારે નિસાસા સાથે પરત ફરવું પડે છે.

બસ સ્ટેશનમાં ઓરડીના કામમાં ગુણવત્તા ન જળવાઈ
પાલનપુર એસ.ટી બસ સ્ટેશન તાજેતરમાં મુખ્ય મંત્રીના હસ્તે ઇ લોકાર્પણ કરી કાર્યરત કર્યુ છે.પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની ઓરડીના કામમાં વેઠ વાળવામાં આવી છે. અને અંદરના ભાગમાં પુરતા પ્રમાણમાં પ્લાસ્તર પણ કરવામાં આવ્યુ નથી જેના કારણે વરસાદી પાણી ઓરડીમાં જતુ હોવાના કારણે શોર્ટસર્કીટ સર્જાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...