પાલનપુરમાં પીવાના પાણીને લઇને બુમરાણ ઉઠી છે. છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી ન આવતું હોવાથી જનતાનગરના સલીમપુરા દરવાજા વિસ્તારના લોકોને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં જાણ કરવા છતાં પાણી ના આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર પાણી માટે બૂમરાણ ઉઠવા પામી છે. સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યા સામે આવતી હોય તેવા કિસ્સાઓ તો છે જ સાથે સાથે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં પણ પીવાના પાણીની સમસ્યા સામે આવી છે. જેમાં જનતાનગરના સલીમપુરા દરવાજામાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી ના આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. જેમાં સલીમપુરા દરવાજામાં પાણી ના આવતાં મહિલાઓ રોષે ભરાઈ છે. જો કે સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પાણી ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે એક સ્થાનિક મહિલાએ વેદના ઠાલવતાં કહ્યું હતું કે અમારા સલીમપુરા દરવાજામાં અઠવાડિયાથી પાણી નથી આવતું. પાલિકાના લોકો કહે છે કે પાણી દરરોજ છોડીએ છીએ. અહીંયા અમારે અઠવાડિયાથી પાણી નથી આવતું. સંબંધિત લોકોને કહેવા જઈએ તો કહે છે કે નગરપાલિકામાં જાઓ. હવે અમે ક્યાં પાણી ઉપાડવા જઈએ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.