તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:પાલનપુરથી પાટણની હદ સુધી લડબી નદીને ઉંડી કરવાનું કામ 3 વર્ષમાં માત્ર 12 કિમી સુધી પહોંચ્યું

ગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઢ- મડાણા નજીક લડબી નદીમાં ઝાડી - ઝાંખરા ઉગી નીકળ્યા   - Divya Bhaskar
ગઢ- મડાણા નજીક લડબી નદીમાં ઝાડી - ઝાંખરા ઉગી નીકળ્યા  
  • ગઢ અને મડાણામાં લડબી નદીમાં ઝાંડી-ઝાંખરા ઊગી નીકળતાં પૂરની દહેશત

પાલનપુર તાલુકાનાં આકેસણ ગામથી તાલેપુરા ગામ સુધી 30 કી. મી.લડબી નદીનું 3.69 કરોડના ખર્ચે ડિસિલટિંગ અને સાફ સફાઈનું કામ તત્કાલીન જિલ્લા કલેક્ટરના હસ્તે આજથી ત્રણ વર્ષ અગાઉ ખાતમુહૂર્ત કરીને સિંચાઈ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.જે કામ ત્રણ વર્ષ વીતવા આવ્યા હોવા છતાં હાલમાં માત્ર 12 કી. મી.સુધી જ પૂર્ણ થયું છે. જ્યાં નદીમાં ઝાડી- ઝાંખરા ઉગી નીકળ્યા હોઇ વધુ વરસાદ આવે તો ગઢ અને મડાણા ગામમાં પુરની દહેશતથી લોકોમાં ભય પસર્યો છે. આ અંગે મડાણા જિલ્લા પંચાયત સદસ્યે જિલ્લા કલેક્ટરને ગઢ અને મડાણામાં નદીને ઊંડી કરવાની કામગીરી કરવા લેખિત રજુઆત કરી છે.

બનાસકાંઠાના તત્કાલિન કલેકટર સંદિપ સાંગલે દ્વારા ત્રણ વર્ષ અગાઉ લડબી નદીને ઉંડી કરવાના કામનું ખાતમૂર્હૂત કરાયું હતુ. આ નદી કરજોડાથી પાલનપુર આકેસણ, ગઢ, મડાણા, તાલેપુરા ગામમાંથી પસાર થઈને ખારી નદીમાં ભળી જાય છે. આ કામ હાલમાં પાલનપુરના સલેમપુરા ગામ સુધી માત્ર 12 કી.મી. સુધી પહોંચ્યું છે. જે 30 કી.મી.સુધી ક્યારે પહોંચશે તેતો જોવું રહ્યું.

30 કી.મી.સુધીના આ કામમાં માત્ર બે ગામો ગઢ અને મડાણા એવા છે કે જ્યાં નદીમાં પુર આવવાથી લોકોની જાન માલની નુકશાની થવાની દહેશત સેવાઇ રહી છે.જે અંગે મડાણા જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ અંબાણીએ ગઢ અને મડાણા ગામમાં લડબી નદીને ઊંડી કરવાનું કામ સત્વરે ચાલું કરવા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે.

કોરોના અને ચોમાસામાં કામમાં વિલંબ થયો
સિંચાઈ વિભાગનાં સૂત્રોના જણાવ્યાં અનુસાર હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા બે હિટાચી મશીન તેમજ એક જેસીબી મશીનથી લડબી નદીને ઊંડી કરવાની કામગીરી ચાલું છે. જે સલેમપુરા સુધી 12 કી.મી.કામ પૂર્ણ થયું છે.કોરોના અને ચોમાસામાં કામ બંધ થતું હોવાથી કામમાં વિલંબ થયો હતો. જોકે આ વખતે ચોમાસામાં પણ કામગીરી ચાલુ રાખી છે.ઘણી જગ્યાએ પાણી હોય ત્યાં પાલ બાંધી તે પાણી ને સુકાવા દેવું પડે છે.જો કે હાલમાં ચાલી રહેલ કામગીરી માટે ઉચ્ચ કક્ષાએ અમો વધુ મશીનની માંગણી કરી બને એટલા વહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...