તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિ-મોન્સૂન કામગીરી:પાલનપુર પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરમાં નાળાંની સફાઈ હાથ ધરાઈ

પાલનપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં નાળાં સાફ કરવા જેસીબી કામે લગાડ્યાં
  • જનતાનગર, જુના ગંજબજાર, શશીવન પાર્ક, રેલવે સ્ટેશન રોડ સહિતના નાળાં સાફ કરાયાં

પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન પ્લાનની તૈયારીઓ કરાઈ રહી છે. વરસાદી પાણી માટે ચેમ્બરો શહેરમાં જે વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા હોય તેવા નાળા સાફ સફાઈ કરી પાણીનો નિકાલ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં ચોમાસાને લીધે પાલનપુર પાલિકા પણ સજ્જ બન્યું છે. લોકોને વધુ નુકસાન ન થાય અને જાનહાની થાય તેની સંપૂર્ણ તકેદારી લઈને પ્રિ-મોન્સૂન પ્લાન તૈયાર કરાયો છે.

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં આ વખતે મેન્યુઅલી હિટાચી અને જેસીબી મશીનથી સાફ-સફાઇ કરવામાં આવી હતી. જે પણ નાની-મોટી ચેમ્બર હોય તેને પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે અંદાજિત 50 થી 60 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. અને શહેરમાં તમામ જગ્યાએ 10 જૂન સુધી સંપૂર્ણ કામ પૂર્ણ થાય તેવું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...