તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિ-મોન્સૂન પ્લાન:પાલનપુર પાલિકા દ્વારા 1થી 11 વોર્ડના નાળાં-ચેમ્બરો બદલાયા

પાલનપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તૂટેલી ચેમ્બર નવી નાખી રોજ વિઝિટ કરાશે
  • પાલિકાની પ્રિ-મોન્સૂન પ્લાનની તૈયારીઓ

પાલનપુર નગરપાલિકાએ પ્રિ-મોન્સૂન પ્લાનને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને પાલિકાના બાંધકામ શાખાની ટીમે શહેરના તમામ વોર્ડમાં ફરીને ચેમ્બરો તેમજ નાળા બદલવામાં આવ્યા હતા.તમામ ચેમ્બરોને નવીન નાંખવામાં આવ્યા છે અને દરરોજ દરેક વોર્ડની વિઝીટ કરવામાં આવે છે. તેવું સુત્રોએ જણાવ્યું હતુ.

ચોમાસાની શરૂઆતને લઇ પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરી શરૂ કરી નાખી છે. ત્યાં પાલિકાના બાંધકામ શાખાના અર્ચિત પટેલે જણાવ્યું હતું કે ‘પાલનપુર નગરપાલિકાના 1 થી 11 વોર્ડ સુધીના તમામ ઇન્ટરનલ ચેક કરી જે વોર્ડમાં ચેમ્બરોમાં પાણી ભરાતા હોય તેવા નાળા સાફ કર્યા હતા. જ્યાં નાળા અને ચેમ્બરો તૂટી ગઈ હતી તે તમામ ચેમ્બરોને નવીન નાંખવામાં આવ્યા છે અને દરરોજ દરેક વોર્ડની વિઝીટ કરવામાં આવે છે. ચેમ્બરમાં કંઇ તકલીફ લાગે તો બદલી નાખીશું. જેથી કોઈ જગ્યાએ પાણી ભરેલ રહે નહીં.’નોંધનીય છે કે શહેરમાં વરસાદી પાણી ભરાઈ ન રહેત તે માટે પાલિકા દ્વારા વોર્ડ વાઈઝ નાળાની સફાઈની કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...