વતનપ્રેમનું અનોખુ ઉદાહરણ:કેલિફોર્નિયાના ડો. જુબેર સિંધીએ ગાડીની રજીસ્ટ્રેશન પ્લેટ પર પોતાના ગામ ચિત્રાસણીનું નામ લખાવ્યું

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂળ પાલનપુર ચિત્રાસણીના વતની છે ડો. જુબેર સિંધી
  • પોતાના વતનની સ્મૃતિ ચિરંજીવ બનાવવા ‘CHITRSN’ નામ લખાવ્યું
  • પાલનપુરના વતની પ્રણવ મિસ્ત્રીએ પોતાની ગાડીના નંબર પ્લેટ પર પાલનપુર લખાવ્યું

મૂળ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસણીના વતની અને હાલ અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં સ્થાયી થયેલા ડો. જુબેર સિંધીએ વિદેશમાં પોતાના વતન ચિત્રાસણીનું નામ અનોખી રીતે ગુંજતુ કર્યું છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામના વતની ડો. જુબેર સિંધીએ હોન્ડા કંપનીની પોતાની એકોર્ડ કારની રજીસ્ટ્રેશન પ્લેટ પર પોતાના વતનની સ્મૃતિ ચિરંજીવ બનાવવા ‘CHITRSN’ નામ લખાવ્યું છે.

આપણે ત્યાં નવું વાહન લઈએ ત્યારે RTO દ્વારા જેમ પસંદગીના નંબરનો વિકલ્પ છે, તેમ અમેરિકામાં નંબરની જગ્યાએ મહત્તમ છથી સાત અક્ષરનો એક શબ્દ થાય તે પ્રકારની વાહનની રજીસ્ટ્રેશન પ્લેટ રાખવાની છૂટ હોય છે. પાલનપુરના વતની પ્રણવ મિસ્ત્રીએ પોતાની ગાડીના નંબર પ્લેટ પર પાલનપુર લખાવ્યું છે. તેવી જ રીતે પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામના વતની ડો. જુબેર સિંધીએ હોન્ડા કંપનીની પોતાની એકોર્ડ કારની રજીસ્ટ્રેશન પ્લેટ પર પોતાના વતનની સ્મૃતિ ચિરંજીવ બનાવવા ‘CHITRSN’ નામ લખાવ્યું છે. આમ બનાસવાસીઓ દુનિયાના કોઇપણ ખૂણામાં વસવાટ કરતા હોય પરંતુ પોતાના વતનને કાયમ યાદ રાખે છે.

અન્ય સમાચારો પણ છે...