કુતરાનો આતંક:ડીસા શહેરમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો, બાળકો અને મહિલાઓ સહિત 6થી વધુ લોકોને બચકા ભર્યા

10 મહિનો પહેલા
  • ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા

બનાસકાંઠાના ડીસા શહેરમાં હડકાયા શ્વાને આતંક મચાવી હોવાની ઘટના સામે આવી છે. બાળકો અને મહિલાઓ સહિત 6થી વધુ લોકોને હડકાયા શ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

ડીસા શહેરમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો હતો. કોલેજ રોડ અને ભણસાલી હોસ્પિટલ રોડ પર અવરજવર કરતા 6થી વધુ લોકોને બચકા ભરતા ઈજાગ્રસ્ત થયા છે. બાળકો, મહિલાઓ સહિત છથી વધુ લોકો આ હડકાયા શ્વાને બચકા ભરી લોહિલુહાણ કરતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હડકાયા શ્વાનના આતંકના કારણે આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ડીસા શહેરની મારુતિ પાર્ક સોસાયટીમાં પણ અવરજવર કરતા કેટલાક લોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...