તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાધાન:પાલનપુરમાં કરોડરજ્જુની બીમારી થતાં પત્ની કુળદીપકને જન્મ આપી શકે તેમ ન હોઇ 7 વર્ષની દીકરીની માતાને છુટાછેડા આપ્યા

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધાનેરાના ગામનો કિસ્સો, પરિણીતાને ગામ બહાર મુકતાં 181ની ટીમે અન્ય સમાજમાં પરણવા સમજાવી

ભાભર તાલુકાના એક ગામમાં સાટામાં લગ્ન કર્યા પછી પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે, તે પછી કરોડરજ્જુની બિમારી થતાં તેણી બીજા બાળકને જન્મ આપી શકે તેમ ન હતી. આથી પતિએ કુળ દિપક મેળવવા બીજા લગ્ન કરવા માટે રૂપિયા 6 લાખનો દંડ ભરાવી પત્નિને સમાજ રાહે છુટાછેડા આપી દીધા હતા. જ્યાં દીકરીને લઇને પિયરમાં બેઠેલી પરિણીતાએ 181 અભિયમની મદદ માંગતા માતા- પિતાને અન્ય સમાજમાં લગ્ન કરવા માટે સમજાવાયા હતા.

બનાસકાંઠા 181 અભિયમ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું કે, પિતરાઇ ભાઇ બહેનના સાટા પધ્ધતિથી લગ્ન કરાયા હતા. બહેનને સાસરે મોકલ્યા પછી એક બાળકીનો જન્મ થયો હતો. જોકે, થોડા સમય પછી તેણીને કરોડરજ્જુની બિમારી થતાં બીજા બાળકને જન્મ આપી શકે તેમ ન હતી. બીજી તરફ કુળ દિપક ન હોઇ પતિએ બીજા લગ્ન કરવા માટે પોતાની 7 વર્ષની દીકરી સાથે પત્નિને સમાજ રાહે છુટાછેડા આપી દીધા હતા. જેમાં પત્નિના પિયરપક્ષ પાસેથી રૂપિયા 6 લાખનો દંડ પણ ભરાવ્યો હતો. અને તેમને સમાજ બહાર મુકી દીધા હતા. આથી 6 માસની બાળકી સાથે તેણી પિયરમાં આવી ગઇ હતી. જેણે 181 મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતા સાથે તેણીના ઘરે ગયા હતા. અને આપવિતી સાંભળ્યા પછી માતા- પિતાને સમજાવ્યા હતા. જોકે, આખા પરિવારને સમાજ બહાર મુકવામાં આવ્યો હોઇ સમાજમાં લગ્ન શક્ય ન હોઇ યુવતી બીજા સમાજમાં લગ્ન કરવા તૈયાર હોઇ તેણીના માતા- પિતા લગ્ન કરાવવા માટે સહમત થયા હતા.

પિતરાઇ ભાઇ - ભાભી ઉપર દયા ખાધી, પોતાના અરમાનોનું બલિદાન આપ્યું
પરિણીતાના સાટામાં તેના પિતરાઇ ભાઇના લગ્ન કરાયા હતા. પરિણીતાને તેના પતિએ છુટાછેડા આપી દીધા હતા. જોકે, પિતરાઇ ભાઇ - ભાભીને બે સંતાનો હોઇ તેમની જીંદગી ખરાબ ન થાય તે માટે દયા ખાઇ તેમની સામે કોઇ પગલાં ભર્યા ન હતા. પોતાને પણ દીકરી હોવા છતાં પોતાના અરમાનોનું બલિદાન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...