વિભાજન:બનાસ કાંઠા ના 10 તાલુકાની 31 ગ્રુપગ્રામ પંચાયતોનું વિભાજન,નવી 38 પંચાયતો અસ્તિત્વમાં આવી

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં 10 તાલુકાની 31 ગ્રુપગ્રામ પંચાયતોને અલગ કરવા માટે પાછલા કેટલાક મહિનાઓથી પ્રયાસો થઈ રહ્યા હતા જેનું વિભાજન થતા નવી 38 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવી છે. જેમાં વડગામ તાલુકામાં સરદારપુરા, ભાટવાસ, વાસણા, જોઈતા, થરાદ તાલુકામાં શિરવાડા, લખાપુરા, વજેગઢ , કરણાસર, પડાદર, સવરાખા, બેટલીયા,

પઠામડા અને મેઘપુરા, દિયોદર તાલુકામાં ઓગડપુરા, મેશરા નવાપુરા, સાલપુરા, કૂવારવા, ધાંડવડા અને નરાણા, અમીરગઢ તાલુકામાં અવાળા, દાંતા તાલુકામાં બેડાપાણી પાડલીયા અને ગુડા, લાખણી તાલુકામાં ડોડીયા, ભીમગઢ, કેસરસિંગ ગોળિયા, અને ભેમાજી ગોળીયા, સુઈગામ તાલુકામાં બોરુ, વાવ તાલુકામાં ઈશ્વરયા, સવપુરા, ભડવેલ, દેવપુરા, ઉચપા, ગંભીરપુરા, અને ગામડી તેમજ ભાભર તાલુકામાં ચેમ્બુઆ જૂની ખડોસણ અને મેશપુરા જ્યારે કાંકરેજ તાલુકામાં નાનજીપુરા અને કંથેરીયા ગ્રામ પંચાયત અલગ અસ્તિત્વમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...