રજૂઆત:જિલ્લા તલાટી મંડળે પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં DDO,કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલાટી મહામંડળે વારંવાર રજૂઆતો છતાં પણ ઉકેલ ન આવતાં રોષ ફેલાયો

બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા સોમવારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તેમના પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી. તલાટી કમ મંત્રી મહામંડળના પ્રમુખ, ઉપ પ્રમુખ અને મહામંત્રી સહિતની આગેવાની હેઠળ સોમવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોચી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં પડતર પ્રશ્નો બાબતે તલાટી મહામંડળે વારંવાર રજૂઆતો છતાં પણ ઉકેલ ન આવતાં આવેદનપત્ર આપ્યું હતુ.આગામી સમયમાં તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો આંદોલનના કાર્યક્રમો કરાશે.

તેમાં બનાસકાંઠા જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ જોડાશે તેમ જણાવવામાં આવ્યું હતુ.જ્યાં ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળના ઉપ પ્રમુખ રામભાઈ દેસાઈ,બનાસકાંઠા જિલ્લા પ્રમુખ મહેશભાઈ ડેલ, મહામંત્રી હેમંતભાઈ પંચીવાલા તથા ગિરીશ ભાઈ એટોસ મહેશ ભાઈ ચૌધરી, મેહુલભાઈ મોદી, સ્મિથભાઈ રાણા તથા ડીસા મંડળના પ્રમુખ અલ્કેશ ભાઈ ગૌસ્વામી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...