બેઠક:પાલનપુરમાં જિલ્લા વિકાસ અધિકારી અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીપુ જળાશય યોજનાની નવી વસાહત બનાવવા, સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી

પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યઓ દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યાં હતાં. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ અધિકારીઓને જણાવ્યું કે, ધારાસભ્યઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવીને તેઓને એક અઠવાડીયામાં વિગતવાર પત્યુત્તર પાઠવીએ.

બેઠકમાં સીપુ કેનાલના દબાણ દૂર કરવા, કેબલ વાયર નાખવા મંજુરી લેવા, ડીસાના રાણપુર વિસ્તારમાં રેતી ખનન અટકાવવા, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં મકાનો મંજુર કરવા તથા બાકી મકાનોની કામગીરી પૂર્ણ કરવા, સીપુ જળાશય યોજનાની નવી વસાહત બનાવવા, શાળાના આરડાઓ, વાયરલ ફીવરને અટકાવવા દવા છંટકાવ અને આરોગ્ય વિષયક પગલાંઓ લેવા.

આ ઉપરાંત પાલનપુર શહેર અને એરોમા સર્કલ પાસે ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા, ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડુતોને ખેતરમાં જવા રસ્તાની સુવિધા રાખવા, નેશનલ હાઇવે પર ખાડા પુરવા અને ટ્રી કટીંગ કરાવવા, પાલનપુર નવા બસ સ્ટેશન આગળનો સર્વિસ રોડ શરૂ કરવા, ગૌચરમાંથી દબાણ દૂર કરવા, દિયોદર વિસ્તારમાં રેલ્વે પસાર થાય છે તે વિસ્તારમાં ખેતરમાં જવા રસ્તો મુકવા, દિયોદર સરકારી હોસ્પીટલનું કામ શરૂ કરવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કામગીરી અંગે, સહકારી સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામતની જોગવાઇ અને તેનું અમલીકરણ, વાવ- ભાભર અને સૂઇગામ તાલુકાઓમાં પીવાના પાણીનો પ્રશ્ન, વિકાસશીલ તાલુકાઓમાં વર્ક ઓર્ડર આપેલ કામો શરૂ કરવા, કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને મરણ સર્ટીફિકેટ આપવા સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...