બનાસકાંઠાનું ગૌરવ:જિલ્લા કલેક્ટર આનંદ પટેલને મુખ્યમંત્રીના હસ્તે અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અને અંબાજીના વિકાસમાં મહત્વનું યોગદાન આપવા બદલ એવોર્ડ અપાયો

અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયેલા એશિયા બિગેસ્ટ એવોર્ડ-2022ના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને ટુરીઝમ પ્લેસ તરીકે વિકસાવવા અંબાજી ગબ્બર પર્વત ખાતે શરૂ કરવામાં આવેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન, કોરોના કાળમાં આપેલ સેવાઓ અને યાત્રાધામ અંબાજીના વિકાસમાં મહત્વનું યોગદાન આપવા બદલે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ અંબાજી ગુજરાતનુ સૌથી મોટું શક્તિપીઠ છે. જ્યાં વર્ષે કરોડો માઇભક્તો માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ મળવો એ યાત્રાધામ અંબાજી અને બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે.

અન્ય સમાચારો પણ છે...