તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:કુંભાસણમાં સ્વેટર,ચોપડા,માસ્કનું વિતરણ

ગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુરના કુંભાસણ ખાતે મોબાઈલ પશુ સેવા સમાધિ ગૃપ પાલનપુર અને મહાવીર જીવદયા કેન્દ્ર દ્વારા લોકડાઉન દરમિયાન બે મહિના સુધી શાકભાજીનું વિતરણ, અનાજની કિટ વિતરણ સહિત દિવાળી ઉપર મીઠાઈ વિતરણ સહિત ગરીબ પરિવારોને મદદ કરી હતી. જ્યાં શિયાળાની ઋતુમાં અભ્યાસ કરતા સાડા પાંચસો ગરીબ બાળકો માટે સરસ મજાની કીટ બનાવી હતી. જે કિટમાં છ ચોપડા, પાંચ બોલપેન, પાંચ વોશેબલ માસ્ક, હાથના ગરમ મોજા તેમજ એક ગરમ સ્વેટરની કિટનું વિતરણ શુક્રવારથી ચાલું કરવામાં આવ્યું છે.

સંસ્થાના ધીરજભાઈ પરીખે જણાવ્યું હતું કે ‘કોરોના મહામારીને કારણે અમો રોજ બે ટાઈમ ક્રમ પ્રમાણે લાભાર્થી પરિવારોને બોલાવી વિતરણ ચાલુ કર્યું છે. દરેક લાભાર્થી પરિવાર કીટ લેવા આવે એટલે તેનું થર્મલ સ્ક્રીનિગ કરીને હાથને સેનેટાઇઝ કરાવી માસ્ક સાથે સરકારી ગાઈડલાઈનનો અમલ કરાવી વિતરણ કરીએ છીએ.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો