સદસ્યો સરકારની ગાઈડલાઈનથી ઉકળ્યા:જિ. પં.ની સા.સભામાં ડીડીઓ સામેની કોંગી સભ્યોની નારાજગી સામે આવી

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામુહિક બદલીઓને લઈ જિ. પં સદસ્ય ડીડીઓ સામે ખફા
  • જિલ્લા પંચાયતના સદસ્યો ભારત સરકારની ગાઈડલાઈનથી ઉકળ્યા

જિલ્લા પંચાયતની સાધારણ સભામાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની કાર્યપ્રણાલી લઈ કોંગ્રેસના લક્ષ્મીબેન કારણે નારાજગી દર્શાવી સામુહિક બદલી અને સુનાવણીના નામે કર્મીઓને પડતી હેરાનગતી વર્ણવી હતી. ડીડીઓ સામે કરાયેલા આક્ષેપોને પગલે સભામાં સન્નાટો પ્રસરી ગયો હતો. 15માં નાણાપંચના ગત વર્ષના આયોજનને વિકાસ કમિશનરમાં મંજૂરી માટે મોકલવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. પાલનપુરમાં મંગળવારે બપોરે બે વાગે જિલ્લા પંચાયતના હોલમાં મળેલી સાધારણ સભામાં 15માં નાણાપંચના ગત વર્ષના આયોજન સર્વાનુમતે ઠરાવ કરીને વિકાસ કમિશનરમાં મોકલવાનો મુખ્ય મુદ્દો હતો.

દરમિયાન બેઠકમાં ડીડીઓ સામેની કોંગી-સભ્યોની નારાજગી ખુલીને સામે આવી ગઇ હતી. ડીડીઓ દ્વારા કરવામાં આવેલી સામુહિક બદલીઓને લઈ જિ. પં સદસ્ય લક્ષમી કરેણ નારાજ થયા હતા.ડીડીઓના બચાવમાં ભાજપના સદસ્યો ઉતરી આવ્યા હતા નિયમો અનુસાર કાર્યવાહી થઈ રહી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવણીમાં ભારત સરકારની ટાઇડ અને અનટાઇડ ગાઈડલાઈન મુદ્દે કોંગ્રેસના સભ્યો એક મંચ પર આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લો પાણીની પાઇપલાઇન ગટર લાઈન ના કામો હવે ઓછા કરી 50 વર્ષ સુધી દેખાય તેવા કામો ને પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ કરી હતી. અને સામુહિક રજુઆતના અંતે સદસ્યોની ગ્રાન્ટ 25-25 લાખ કરવા ઠરાવ કરાયો હતો. આ ઉપરાંત બેઠકમાં લાખણી તાલુકાના ધુણસોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કોટડા ગામ ખાતે બદલવા, જિલ્લા પંચાયતની જુદી જુદી સમિતિઓના રાજીનામા મંજુર કરવા, જિલ્લા પંચાયત ભવનમાં નવીન ડેડીકેટેડ ડીસ્ટ્રીક વેક્સિન સ્ટોર બનાવવા ઠરાવ કરવામાં આવ્યો હતો.

સદસ્ય લક્ષ્મીબેન કરેણએ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા 30 ટકાથી વધુને મહિલા સ્ટાફને ભોજન ઇત્યાદિની સુવિધા મળી રહે તેમાટે અલાયદો રૂમ બનાવવા રજુઆત કરી હતી. જેને કોંગ્રેસ સદસ્યોએ વધાવી લીધી હતી.

​​​​​​​ડીડીઓ સામે લગાવેલા આક્ષેપો
ડીડીઓ સામે લક્ષ્મીબેને લગાવેલા આક્ષેપો મુજબ સામૂહિક ફેરફારોનો સરકારમાં કોઈ જીઆર છે તો સાધારણ સભામાં જાહેર કરો, પાંચ વરસથી હતા તેવા કર્મચારીઓને એમની મનપસંદ જગ્યાએ બદલી કરાઈ. ત્રણ વર્ષથી હતા તેમને પણ બદલાયા અને હવે જે વ્યક્તિગત બાકી રહ્યા છે તે ખાલી જગ્યાઓમાં ગોઠવી દેવા માટેની ગૂગલ સીટ મોકલી દેવાઇ છે. એનાથી વહીવટમાં સુધારો આવશે? અત્યાર સુધી શું ગેરવહીવટ થતો હતો? જિલ્લા પંચાયત પ્રમુખ સાથે બદલી અંગે પરામર્શ કરો કે ના કરો પણ અમે ચૂંટાયેલી પાંખ છીએ, આપની ચેમ્બરમાં રજૂઆત કરવા છતાં ધ્યાનમાં લેવાતી નથી.

અન્ય સમાચારો પણ છે...