તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:દીકરો ગુજરી ગયા પછી તારી જરૂર નથી તેમ કહીને મહિલાને કાઢી મુકી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરની પરિણીતાએ ફરિયાદ નોંધાવી

પાલનપુર આકેસણ રોડ નજીક આવેલી દેવ્યાની સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન ગાંધીનગરના માણસા ગામે થયા હતા. જેને લગ્ન જીવન દરમિયાન ત્રણ સંતાનો હતા. જોકે, દીકરો ગુજરી ગયા પછી તેના પતિ સહિત સાસરીયાઓએ હવે તારી જરૂર નથી તેમ કહી શારિરીક માનસિક ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી. આ અંગે તેણીએ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પતિ અને બે નણંદો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આકેસણ રોડ નજીક દેવયાની સોસાયટીમાં રહેતા કલોલ તાલુકાના પલીયડના અલ્પાબેનના લગ્ન 1997માં ગાંધીનગર તાલુકાના માણસાના જીતેન્દ્રકુમાર રતીલાલ જોષી સાથે થયા હતા.જેમના લગ્ન જીવનમાં ત્રણ સંતાનો થયા હતા. જોકે, અંશ (ઉ.વ. 9) ગુજરી ગયા પછી તેમના પતિએ હવે તારી જરૂર નથી તેમ કહી શારિરીક માનસિક ત્રાસ ગુજાર્યો હતો.અને ઘરમાંથી હાંકી કાઢયા હતા.તેમજ તેમના નણંદ હિંમતનગરના હર્ષાબેન સુભાષકુમાર પંડ્યા અને રેખાબેન અજયભાઇ ઠાકરે પણ ત્રાસ ગુજાર્યો હતો.આથી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...