અપીલ:ડિઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન વિભાગની આગાહીના પગલે માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો માલ સુરક્ષિત રાખવા અપીલ કરાઈ

પાલનપુર13 દિવસ પહેલા
  • તંત્ર દ્વારા આગામી પાંચ દિવસ સુધી ખેડૂતોને તેમજ માર્કેટ યાર્ડ વેપારીઓને સાવચેતી રાખવા અપીલ

રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીને પગલે તારીખ 17 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં આવેલ માર્કેટયાર્ડ અને ખેડૂતોને પોતાનો માલ સુરક્ષિત રીતે રાખવા અપીલ કરાઈ છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 17થી 21 નવેમ્બર સુધી છૂટા-છવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે રાજ્યનું ડિઝાસ્ટર વિભાગ પણ એલર્ટ બની ગયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ વરસાદથી ઉદ્દભવીત પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી લીધી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હાલમાં માર્કેટ યાર્ડોમાં ખરીફ સીઝનના માલની આવક વધુ રહેતી હોઈ વરસાદની આગાહીને પગલે માર્કેટયાર્ડોમાં ખેડૂતોનો માલ ખુલ્લામાં પલળે નહીં તેમજ અનાજ-કઠોળ જેવી જણસ પલળીને બગડી ન જાય તે માટે સુરક્ષિત રીતે ઉતારવા અપીલ કરી છે.

ડિઝાસ્ટર ડિઝાસ્ટર અધિકારી
ડિઝાસ્ટર ડિઝાસ્ટર અધિકારી
અન્ય સમાચારો પણ છે...