ડીસાના કિશોરનો મોટિવેટ કરતો વીડિયો:LRDની ભરતી માટે તૈયારી કરતાં યુવાનોમાં જોમ ભરતાં કહ્યું- લોકો 42 કિમીની મેરેથોન દોડે છે તમારે માત્ર 5 કિમી જ દોડવાનું છે

પાલનપુર7 મહિનો પહેલા
  • ભરતીની તૈયારી કરતાં યુવાનો કિશોરના વીડિયોને આવકારી રહ્યા છે

લોખંડી સપના જોવા માટે લોખંડી મહેનત કરવી જરૂરી છે. આ વાત અત્યારે એલઆરડીની ભરતી માટે તૈયાર થઈ રહેલા લોકોમાં જોવા મળી રહી છે. ત્યારે પોલીસની ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનોને પ્રેરણા આપતો બનાસકાંઠા જિલ્લાના એક 13 વર્ષીય કિશોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં કિશોર જાણીતી કવિતાઓ બોલીને મોટિવેટ કરી રહ્યો છે. જેમાં કહે છે કે, 'લોકો 42 કિમીની મેરેથોન દોડે છે તમારે 5 કિમી જ દોડવાનું છે'. કિશોર બોલી રહ્યો છે કે, 'જબ તક ન સફલ હો નીંદ ચેન કો ત્યાગો તુંમ, સંઘર્ષ કા મેદાન છોડ કે મત ભાગો તુમ. કુછ કિયે બીના જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જય હિંદ જય ભારત.'

કિશોરને તેના મામા પ્રેરણા આપે છે
ડીસા તાલુકાના જાબડીયા ગામના નિર્મલ દેસાઈનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. 13 વર્ષનો આ કિશોર અત્યારે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે, પરંતુ તેનો વીડિયો અત્યારે 25 વર્ષના યુવાનોમાં જોશ ભરી રહ્યો છે. નિર્મલ તેના મામા વિજય દેસાઈ પાસેથી પ્રેરણા લઈ આ પ્રકારના વીડિયો બનાવે છે અને અત્યાર સુધીમાં તેના 8થી 10 જેટલા અલગ અલગ પ્રકારના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.

કુછ કિયે બીના જય જયકાર નહીં હોતી: કિશોર
વીડિયોમાં કિશોર બોલી રહ્યો છે કે, 'જબ તક ન સફલ હો નીંદ ચેન કો ત્યાગો તુંમ, સંઘર્ષ કા મેદાન છોડ કે મત ભાગો તુમ. કુછ કિયે બીના જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જય હિંદ જય ભારત.પુલીસ કી ભરતી પાસ કરૂંગા મે, સુબહ ચાર બજે ઉંઠુંગા મે, ઉઠ કર દમ લગા કે દોડુગા મેં, 20 મીનિટ મે નહીં 19 મીનિટ મે પુલીસ કી દોડ પૂરી કરૂંગા મેં, પેર તૂટ જાય યા પેટ દુખ જાય ઉસકી ફિકર નહીં કરૂંગા મે, ઠાન લી હે મેને અબ પુલીસ કી ભરતી પાસ કરૂંગા મેં.'

નિર્મલ હાઇટમાં નાનો છે: મામા
આ અંગે નિર્મલના મામા વિજય દેસાઇએ જણાવ્યું હતું કે, નિર્મલની ઉમર 13 વર્ષની છે પણ તે હાઇટમાં નાનો દેખાય છે. તે અહીંયા આવ્યો પછી મે વિચારીને તેને વીડિયો બનાવવા પ્રેરણા આપી અને વીડિયો બનાવ્યો જે ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...