કાર્યવાહી:પાલનપુર આવાસનું કામ કરતી ગાંધીનગરની દિશા કન્સલ્ટન્સીની તપાસ થશે

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે જે એજન્સીને કામ સોંપ્યું તે ઇન્જીનીયરએ નિર્મલ ગઢવીને છૂટો કરી સંતોષ માની લીધો

પાલનપુર પાલિકામાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની કન્સલ્ટન્સી દિશા સિવિલ એન્જિનિયર ડિઝાઇન ગાંધીનગરને આપી છે જેના સુપરવિઝનનું કામ પાલનપુરમાં નિર્મલ ગઢવી કરતો હતો. પ્રત્યેક મકાન જોઈને ચેક ઇસ્યુ કરવાની તે કામગીરી કરતો હતો તેવામાં દિશા સિવિલ એન્જિનિયર ડિઝાઇન ( રહે.ગાંધીનગર )એ નિર્મલ ગઢવી દ્વારા થયેલી ગેરરીતિ બાબતે અમારે કોઈ લેવાદેવા નથી તેમ કહી હાથ અઘ્ધર કરી દીધા છે.

પાલનપુર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1300થી વધુ મકાનો બન્યા છે. આ આવાસ મંજુર કરી ચેક ઈશ્યુ કરવામાં સાઈડ સુપરવાઈઝર નિર્મલ ગઢવી ભારે ભ્રષ્ટાચાર આચરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. લાંચ આપનાર લોકોના ચેક તુરંત ઈશ્યુ કરાતા હતા.

પાટણ એસીબી ટીમના સૂત્રોએ જણાવ્યું કે " આરોપી નિર્મલ ગઢવીના રિમાન્ડ દરમિયાન કેટલીક પૂછપરછ કરાઈ હતી. વધુ તપાસ અર્થે ટીમ પાલનપુર નિર્મલ ગઢવીના નિવાસ સ્થાને અને ગાંધીનગર જે ઇન્જીનીયર પાસેથી નોકરી કરતો હતો ત્યાં પણ જઈ તપાસ હાથ ધરશે."

અન્ય સમાચારો પણ છે...