તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેનત ફળી:છેલ્લા 4 દાયકાથી બનાસકાંઠામાં સેવારત દિનેશ પ્રજાપતિ ભાજપ રાજ્યસભાના ઉમેદવાર

પાલનપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે નોમિનેટ કરાયા - Divya Bhaskar
દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે નોમિનેટ કરાયા
 • ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને અન્ય હોદ્દાઓ પર દિનેશ પ્રજાપતિ રહી ચુક્યા છે
 • સ્થાનિક લોકોની સમસ્યાઓને રાષ્ટ્રીય ફલક પર લાવીને દૂર કરવાની તેમની નેમ

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની 2 બેઠકોની ચુંટણી માટે ડીસાના વતની એવા દિનેશ પ્રજાપતિ (અનાવાડિયા)ની એક ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. દિનેશ પ્રજાપતિ બનાસકાંઠા જિલ્લાના ભાજપના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરી ચૂક્યા છે. તેઓ યુવા મોરચાના પ્રમુખથી લઈને 3 ટર્મ સુધી ભાજપના મહામંત્રી પણ રહી ચુક્યા છે. તેઓ 4 દાયકાથી ભાજપમાં કાર્યરત છે. હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સેવા આપે છે. રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉત્તર ગુજરાતના દિનેશ પ્રજાપતિની પસંદગીને જિલ્લા ભાજપમાં પાયાના કાર્યકરોએ આવકારી હતી.

દિનેશભાઈ છેલ્લા 40 વર્ષથી ભાજપમાં કાર્યરત
ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના પ્રમુખ અને બૂથ લેવલના અદના કાર્યકર્તા એવા દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે. બનાસકાંઠાના ડીસા ખાતે રહેતા દિનેશભાઈ છેલ્લા 40 વર્ષથી ભાજપ માટે કામ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક સ્તરથી લઈ પ્રદેશકક્ષા સુધી અલગ અલગ ફરજો પણ નિભાવી ચુક્યા છે. આજે જ્યારે ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે નોમિનેટ કરાયા છે, ત્યારે તેમણે ભાજપના તમામ આગેવાનો આભાર માન્યો હતો.

રાજ્ય સરકારના ST નિગમમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે
દિનેશભાઈ નો જન્મ 18 જુલાઈ 1962ના રોજ થયો હતો. તેઓ 14 વર્ષના હતા ત્યારથી સંઘમાં જોડાયા હતા. ત્યારબાદ તેમણે 1980થી તેમની રાજકીય કારકિર્દીની સફર શરૂ કરી હતી. તેઓએ જિલ્લા ભાજપ કન્વિનર, જિલ્લા ભાજપ મહામંત્રી, કોષાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ (બનાસકાંઠા) તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડિરેક્ટર તરીકે પણ તેમણે સેવાઓ આપી છે.

તેમણે લોકોની સમસ્યાઓને દૂર કરવાના વચનો આપ્યા
હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સેવા આપે છે. ભાજપે તેમને રાજ્યસભા માટે નોમિનેટ કરતાં જ તેઓએ જણાવ્યું હતું કે, ભાજપ પાર્ટીએ હંમેશા નાના અને પાયાના કાર્યકરોની કદર કરી છે. બનાસકાંઠા જિલ્લોએ સરહદને અડીને આવેલો છે, ત્યારે તેઓ અહીંના લોકોની સમસ્યાઓને રાષ્ટ્રીય ફલક પર લાવીને દૂર કરશે તેવું વચન તેમણે આપ્યું હતું.

ભાજપે નાના સમાજના કાર્યકરની કદર કરી
ભારતીય જનતા પાર્ટી હંમેશા એક સાચા અને સનિષ્ઠ કાર્યકરની કદર કરે છે તેના ઉદાહરણ રૂપે મને એક નાના સમાજના કાર્યકરને મોટી જવાબદારી આપી રાજ્યસભાના સભ્ય જાહેર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિત રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ નેતૃત્વનો આભાર માનું છું તેમ દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું હતું. દિનેશ અનાવાડિયા (ઉમેદવાર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો