તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિપાવલીના શુભ દિવસોમાં શુક્રવારે ધનતેરસ પાલનપુરના સોના- ચાંદીના વેપારીઓને ફળી હતી. જ્યાં સાંજ સુધીમાં 2 કરોડ ઉપરાંતના સોના- ચાંદીના દાગીનાનું વેચાણ થયું હતુ. તો દ્રિ- ચક્રી, ફોર વ્હિલર વાહનોનું વેચાણ વધ્યું છેે. બેસતું વર્ષ અને લાભ પાંચમ માટે વાહનોનું બુકીંગ થયું છે.
બનાસકાંઠા જિલ્લામાં દીપાવલી પર્વના બે દિવસ અગાઉથી જ લોકોમાં અનેરા ઉત્સાહ સાથે થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રેડીમેડ કપડા, ફટાકડા, ગૃહ શુશોભનની ચીજવસ્તુઓની સાથે લગ્નસરાની ચીજવસ્તુઓની ખરીદી થઇ રહી છે. ઘરાકી ખૂલતાં વેપારી આલમમાં પણ આનંદ પ્રસર્યો છે. ત્યારે શુક્રવારે ધનતેરસે લોકોએ લક્ષ્મી માતાજીની પુજા અર્ચના કરી ધનલાભ થાય તેવી પ્રાર્થના કરી હતી. ઘરે ઘરે રાત્રે દીપક પ્રગટાવવામાં આવ્યા હતા. બીજી તરફ ધન તેરસનું પર્વ સોના- ચાંદીના દાગીનાના વેપારીઓને ફળ્યું હતુ.
આ અંગે પાલનપુર સૂર્વણ ચોકસી બજાર એસોસિએશનના પ્રમુખ સુરેશભાઇ શાહ અને ઉપપ્રમુખ અતુલભાઇ ચોકસીએ જણાવ્યું હતું કે, પાલનપુરમાં નાની - મોટી થઇ કુલ 250 ઉપરાંત સોના- ચાંદીના દાગીનાની દુકાનો આવેલી છે. જેમાં પુષ્ય નક્ષત્રના બે દિવસમાં શહેરમાં દોઢ કરોડ ઉપરાંતના સોના- ચાંદીના દાગીનાનું વેચાણ થયું હતુ. જ્યારે ધન તેરસે રૂપિયા બે કરોડ ઉપરાંતના સોના- ચાંદીના દાગીના વેચાયા હતા. શહેરના વાહન વિક્રેતા મોહિતભાઇ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોઇ લોકો જાહેર વાહન વ્યવહારમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. અને પોતાનું વાહન વસાવતા હોવાથી વાહનનોના વેચાણનું પ્રમાણ વધ્યું છે. બેસતા વર્ષ અને લાભ પાંચમ માટે લોકોએ નવા વાહન માટે બુકીંગ કરાવ્યા છે.
ફટાકડાના વેપારમાં ઘરાકીમાં 50 ટકા ફેર
ફટાકડા એસો.ના હોદ્દેદાર અશોક મહેશ્વરીએ જણાવ્યું કે ગતવર્ષે એકલા પાલનપુર શહેરમાં 45 થી 50 લાખના ફટાકડાનું 3 દિવસમાં વેચાણ થયું હતું. આ વર્ષે પ્રથમ દિવસે જ ઘરાકીમાં 50 ટકા ફેર જોવા મળી રહ્યો છે જેથી મનાઈ રહ્યું છે કે ફટકડામાં વેચાણ નો આંક 25 લાખની આજુબાજુ રહેશે.
પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન કરાયું
દિપાવલીની ખરીદી માટે શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોઇ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક અને પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું હતુ.જ્યાં વાહનો રોડની સાઇડમાં પાર્ક કરાવ્યા હતા.
ઘરાકીનો ટ્રેન્ડ બદલાયો
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં ગ્રામ્ય વિસ્તારની ઘરાકી સૌથી વધુ રહેતી હતી. જોકે હવે પાલનપુર શહેરમાં પણ ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વેપારીઓએ જણાવ્યું કે શહેરી વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા યોગ્ય રીતે ન હોવા છતાં ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના વાહનો હાઇ-વે આજુબાજુ પાર્ક કરી રિક્ષામાં સીટીની અંદર ખરીદી માટે આવી રહ્યા છે જે સારી બાબત છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.