તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેરાફેરી ઝડપાઇ:ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી 2459 ગ્રામ ગાંજા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શખ્સો સહિત 6.22 લાખનો મુદ્દામાલ ધાનેરા પોલીસે કબ્જે કર્યો

બનાસકાંઠા જેવા સરહદી જિલ્લામાં માદક દ્રવ્ય નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોય છે. રાજસ્થાનની સરહદ નજીક આવેલા બનાસકાંઠા જિલ્લામાં બહારના રાજ્યોમાંથી ઘણી વાર નશીલા પદાર્થો ઘુસાડવામાં આવતા હોય છે. ત્યારે આવા નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા પોલીસ સતત બોર્ડર વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી હોય છે. ત્યારે ગઇકાલે ધાનેરાની નેનાવા બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે 2459 ગ્રામ ગાંજા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા.

રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી સ્વીફ્ટ ગાડીમાં પોલીસને શંકાસ્પદ લાગતા ગાડીની તલાસી લેતાં પોલીસે ગાંજો ઝડપ્યો હતો. 2459 ગ્રામ ગાંજા સાથે ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે ગાંજા અને ગાડી સહિત 6 લાખ 22 હજાર 377 રૂપિયાનોના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...