તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Governor Acharya Devvarta Inaugurated The State of the art Veterinary Hospital At Bhabhar Jalaram Gaushala And Donated 30 Acres Of Land To The Gaushala.

ગૌ સેવા:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાભર જલારામ ગૌશાળામાં અત્યાધુનિક પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કરી 30 એકર જમીન ગૌશાળાને અર્પણ કરી

પાલનપુર6 મહિનો પહેલા
  • ગાયો કબુતર મોર સહિત 10 હજાર જેટલા પશુઓ આ ગૌશાળામાં આશ્રય ધરાવે છે
  • રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કરવા માટે લોકોને આહ્વાન કર્યું

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે બનાસકાંઠામાં ભાભર ખાતે આવેલી જલારામ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને અત્યાધુનિક પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે સાથે 30 એકર જમીન પણ ગૌશાળાને અર્પણ કરી હતી. રાજ્યપાલે ગૌશાળાની સમીક્ષા કરી ગૌવંશને બચાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટે પણ લોકોને આહ્વાન કર્યું હતું.

બનાસકાંઠામાં ભાભર ખાતે આવેલી જલારામ ગૌશાળા ખાતે આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તેમની પત્ની દર્શનાબહેન આવ્યા હતા, ગાયો કબુતર મોર સહિત 10 હજાર જેટલા પશુઓ આ ગૌશાળામાં આશ્રય ધરાવે છે, તો રાજ્યપાલે 100 એકરમાં કાર્યરત આ ગૌશાળાની સમીક્ષા કરી હતી તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અત્યાધુનિક પશુ દવાખાનાનું ખાતમુર્હત કર્યું હતું. સાથે સાથે ૩૦ એકર જેટલી જમીન પણ ગૌશાળાને અર્પણ કરી હતી.

આચાર્ય દેવવ્રત જ્યારે હિમાચલ પ્રદેશમાં ગવર્નર તરીકે હતા ત્યારે તેમણે પ્રાકૃતિક ખેતી અભિયાનની શરૂઆત કરી હતી અને આજે ત્યાં સવા લાખ કરતાં પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જે જે અભિયાનને તે ગુજરાતમાં પણ આગળ ધપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરવાથી પર્યાવરણનું જતન થશે, પાણીનો વપરાશ ઘટશે, ધરતીની શક્તિ વધશે અને ગાય પણ ઘરે ઘરે જોવા મળશે, લોકોનું સ્વાસ્થ્ય સુધરશે અને ખેડૂતોની આવક બમણી થશે માટે એક દેશી નસલની ગાયના છાણ અને મૂત્ર માંથી 30 એકર જમીનમાં કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરના ખર્ચ વગર પ્રાકૃતિક ખેતી કઇ રીતે કરી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...