ગીરનાર પરિક્રમાંની જેમ હવે શક્તિપીઠની પરિક્રમાં:શ્રદ્ધાળુ હવે શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર્વત પર આવેલા 51 શક્તિપીઠની પ્રદક્ષિણા કરી શકશે

પાલનપુર23 દિવસ પહેલા
  • એક જન્મમાં એક જગ્યાએ તમામ શક્તિપીઠના ભક્તો દર્શન કરી શકે એ માટે વિભિન્ન આયોજન
  • વિધિવત રીતે પંડિતો દ્વારા જે તે શક્તિ પીઠની મુલાકાત કરી એ પ્રમાણે જ વિધિથી જ અહીંયા એની સ્થાપના કરવામાં આવી

શ્રદ્ધાળુ હવે શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર્વત પર આવેલા 51 શક્તિપીઠની પ્રદક્ષિણા કરી શકશે. ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠ છે. ત્યારે આ શક્તિપીઠની પ્રદક્ષિણા કરવા માટે અંબાજી મંદિર વહીવટી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ આરંભી દીધી છે. આગામી વર્ષેમા અંબાના કરોડો શ્રદ્ધાળુઓ 51 શક્તિપીઠની પ્રદક્ષિણા કરી શકશે. વર્ષે દહાડે લાખો શ્રદ્ધાળુ અંબાજી માં આવતા હોય છે. મા અંબાના ચરણોમાં શિશ નમાવવા હોય છે. જોકે, વહીવટીતંત્ર વિચાર કરી રહ્યું છે, ત્રણ કે ચાર દિવસની યાત્રાળુઓ પ્રદક્ષિણા કરી શકે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. ગિરનાર પર્વતની લીલી પરિક્રમાની જેમ હવે શ્રદ્ધાળુઓને અંબાજીમાં 51 શક્તિપીઠના દર્શન થશે અને તેમની પ્રદક્ષિણા કરી અને શ્રદ્ધાળુઓ પણ ધન્ય બનશે.

ગબ્બર પર્વતની તળેટી ઉપર 51 શક્તિપીઠ પરિકલ્પના સાકાર કરવામાં આવેલી છે
આ અંગે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, સુપ્રસિદ્ધ અંબાજી મંદિર 51 શક્તિપીઠ છે આ શક્તિપીઠ પાસે ગબ્બર પર્વતની તળેટી ઉપર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 51 શક્તિપીઠ પરિકલ્પના સાકાર કરવામાં આવેલી છે. જે તહેત સમગ્ર દેશમાં અને સાથે સાથે એશિયાના અલગ-અલગ દેશોમાં જે શક્તિપીઠો આવેલા છે, ત્યા તમામની પ્રતિકૃતિનું સ્થાપના કરવામાં આવી છે. વિધિવત રીતે પંડિતો દ્વારા જેતે શક્તિ પીઠની મુલાકાત કરી એ મુલાકાત બાદ એ પ્રમાણે જ વિધિથી જ અહીંયા એની સ્થાપના કરવામાં આવી છે. એટલે અંબાજી આવતા જેટલા પણ યાત્રિકો છે એ અંબાજી થઈ તે એક જગ્યાએ તમામ 51 શક્તિપીઠ મુલાકાત અને દર્શન કરવાની ધન્યતા અનુભવ કરી શકે છે. મોટી સંખ્યામાં લોકો આ ધન્યતા અનુભવતા હોય છે.

એક જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શન થઇ શકશે
વધુમાં વધુ લોકો અહીંયા આવી એક જન્મમાં એક જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શન કરી શકે એ માટે વિભિન્ન આયોજનો દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિચારણા કરવામાં આવી છે. આગામી સમયમાં જેમ ગિરનારની લીલી પ્રરિક્રમાં થતી હોઈ છે એવી જ રીતે 51 શક્તિ પીઠ પણ ગબ્બર તળેટીમાં પરિક્રમાનું આયોજન કરવાનું વિચારણા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...