ગણેશ વિસર્જન:ઈકબાલગઢમાં ભક્તોએ ગણપતિની પ્રતિમાંનું વિસર્જન કર્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્તોએ ગણપતિની પૂજા-અર્ચના કરી ગણપતિ વિસર્જનને લઈ ભક્તોમાં અનેરો આનંદ

બનાસકાંઠા જિલ્લામાં ઠેર-ઠેર જગ્યાએ ગણપતિ બપ્પાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગણપતિ બાપ્પાની મૂર્તિનું પોતાના ઘરે આગમન કરી ગણપતિની આરાધના પૂજા કરી હતી.પૂજા આરાધના તેમજ ભજન કરવામાં આવ્યાંઅમીરગઢના ઇકબાલગઢ ગામે ગણપતિ બપ્પાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભક્તો દ્વારા ગણપતિ બપ્પાની મૂર્તિ રામજી મંદિર પાસે આગમન કરી પાંચ દિવસ પૂજા આરાધના તેમજ ભજન કરવામાં આવ્યાં હતા. જ્યારે આજે ભક્તોએ ગણપતિની આરતી ઉતારી પૂજા અર્ચના કરી બપ્પાની પ્રતિમાંનું બનાસ નદીના વિસ્વેસ્વરમાં વિસર્જન કર્યું હતું. ગણપતિ બાપ્પાના વિસર્જન ને લઇ ભક્તોમાં અનેરો આનંદ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...