તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ડીસા-પાટણ હાઈવે પર ગ્રામ વિકાસ કમિશનર વિજય નેહરાની કારને અકસ્માત નડ્યો,નેહરાનો આબાદ બચાવ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેકટર ચાલકે સાઈડમાંથી કારને ટક્કર મારતા અકસ્માત

બનાસકાંઠા કોરોના પ્રભારી અને ગ્રામ્ય વિકાસ કમિશ્નર વિજય નહેરા આજે બનાસકાંઠા ની મુલાકાતે આવ્યા હતા. અને જિલ્લા કલેકટર કચેરીએ અધિકારીઓ સાથે કોરોના ને લઈને બેઠક કરી કોરોના ની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી ત્યાર બાદ તેઓ પાલનપુર થી ડીસા થઈ પાટણ જવા રવાના થયા હતા.

ડીસા થી પાટણ જતા હતા તે દરમ્યાન જુનાડીસા પાસે માટી ભરીને આવી રહેલ ટ્રેકટર ચાલકે ગાડીને સાઈડ ના ભાગે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માત માં વિજય નહેરા અને ગાડી ચાલક નો આબાદ બચાવ થયો હતો જ્યારે સરકારી ઇનોવા ગાડીને નુકસાન થયું હતું જોકે તે સમયે પોલીસ પાયલોટીંગ હોવાના કારણે તેઓ દોડી આવ્યા હતા. બનાવ ને પગલે જોકે ડીસા નાયબ કલેકટર ,મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અન્ય ગાડીની વ્યવસ્થા કરી કમિશ્નર વિજય નહેરા ને રવાના કર્યા હતા જ્યારે ગાડી અને ટ્રેકટર પોલીસ મથકે લાવી ટ્રેકટર ચાલક સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો