તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Detention Of Banaskantha National Farmers Association President In Protest Of Agriculture Act, Gandhinagar Raj Bhavan Was To Be Cordoned Off

ઘેરાવ કરે તે પહેલા કાર્યવાહી:કૃષિ કાયદાના વિરોધમાં બનાસકાંઠા રાષ્ટ્રીય કિસાન સંગઠન પ્રમુખની અટકાયત, ગાંધીનગર રાજભવન ઘેરાવાનો હતો કાર્યક્રમ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોના અવાજની દરકાર દબાવી રહી છેઃ બનાસકાંઠા રાષ્ટ્રીય કિસાન સંગઠન પ્રમુખ

ભારત સરકારે ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા પસાર કરી ખેડૂતો કંપનીના ગુલામ બનાવવાનું કામ કર્યું હોવાના આક્ષેપ સાથે તેનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. રાષ્ટ્રીય કિશાન સંગઠન દ્વારા દરેક રાજ્યમાં રાજ ભવન ઘેરાવનો કાર્યકર્મ રાખવામાં આવ્યો હતો. જેમાં બનાસકાંઠાથી પણ રાષ્ટ્રીય કિસાન સંગઠનના યુવા પ્રમુખ સહિત અન્ય લોકો ગાંધીનગર જવાના અહેવાલને લઇ પોલીસ સતર્ક બની હતી કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા કાયદાના વિરોધ પહેલા જ બનાસકાંઠા રાષ્ટ્રીય કિસાન સંગઠનના યુવા પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી. આગથળા પોલીસે દોલાભાઈની વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ પરથી કરી અટકાયત કરી હતી, અટકાયત કરાતાં યુવા પ્રમુખે સરકાર પર ખેડૂતોના અવાજને સરકાર દબાવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા.

રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા પ્રમુખ દોલા ભાઈએ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર દ્વારા ખેડૂતોનો અવાજ કોઈપણ પ્રકારે દબાવવામાં આવી રહ્યા છે. અત્યારે ગાંધીનગર જવાનું હતું પાણી ન પ્રશ્ન મુદ્દે ચર્ચા કરવાની હતી પરંતુ વર્તમાન સરકારે પોલીસને આગળ કરી ખેડૂતોનો જે અવાજ ઉપાડ્યો છે એમને હર હંમેશ દબાવવાની વાતો કરે છે. સરકાર ખેડૂતોને જે સંવેદનશીલની વાતો કરતી હોય એ તદ્દન ખોટી વાત છે અને કોઈ પણ છોડતોનો અવાજ ઉપાડે છે એમને આ રિટર્ન કરી અને કાર્યક્રમને નિષ્ફળ કરવા માટે સરકાર હંમેશા માટે સફળ રહી છે.

અન્ય સમાચારો પણ છે...