કાર્યવાહી:બનાસડેરી અને શંકર ચૌધરી વિરુદ્ધ અભદ્ર ટીપપ્ણી કરનારની અટકાયત

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓડિયો ક્લિપમાં મનીષ બ્રહ્મભટ્ટે ઉશ્કેરણી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

થોડા દિવસ અગાઉ બનાસ ડેરી અને ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે અભદ્ર ટિપ્પણી કરી એક ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જે મામલે બનાસ ડેરીના એચ આર વિભાગના અધિકારીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મનીષ બ્રહ્મભટ્ટની અમદાવાદથી અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી સામે અભદ્ર ટિપ્પણી કરવાના મામલામાં મનીષ બ્રહ્મભટ્ટ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે બનાસડેરીના એચ આર વિભાગના વિશાલ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી.

જે બાદ આરોપીની અમદાવાદ જઈ ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયા મુજબ બનાસ ડેરી પશુ પાલન પુર ના એકાઉન્ટમાં દર મહિને 833 કરોડ ચૂકવે છે અને સમગ્ર દેશમાં online પેમેન્ટની પારદર્શક પ્રક્રિયા છે. આરોપીએ ચેરમેન શંકરભાઈ ચૌધરીની રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવા તેમજ ઓડિયો ક્લિપમાં ફોખટા વિધાનો ઉભા કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ડેરી બદનામી થાય તેમજ સમાજના જુદા જુદા વર્ગોમાં હુલ્લડ થાય અને ઉશ્કેરાટ ફેલાય એવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગુનો આચર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુંકે " મનીષ બ્રહ્મભટ્ટ છેલ્લા કેટલાય સમયથી નેતાઓ તેમજ સામાજિક આગેવાનોની બદનામ કરવાની ધમકી આપી પરેશાન કરી રહ્યો છે. જે મામલે તેની સામે 12 ફોજદારી ગુનાઓ નોંધાયેલા છે. વાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનજી રાજપૂતએ આરોપી મનીષ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...