તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Detention Of 10 Cong Workers Protesting Against Anti farmer Policy In Palanpur, Congress Organized A Picket In Front Of Palanpur Collectorate

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરણાં કાર્યક્રમ:પાલનપુરમાં ખેડૂત વિરોધી નીતિના વિરોધમાં ધરણાં કરતાં 10 કોંગી કાર્યકરોની અટકાયત, પાલનપુર કલેકટર કચેરી આગળ કોંગેસ દ્વારા ધરણાં કાર્યક્રમ યોજ્યો

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુર કલેકટર કચેરી આગળ શુક્રવારે બનાસકાંઠા કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં ઘરણાં કરતાં 10 કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરાતાં અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સરકાર વિરોધી ભાજપ સામે સુત્રોચ્ચાર અને આકરા પ્રહારો કર્યા હતા. જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. આ બાબતે કોંગ્રેસી નેતા રવિરાજ ગઢવીએ જણાવ્યું કે ‘અમે શાંતિમય ધરણા યોજી રહ્યા હતા પણ પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. જે યોગ્ય નથી.’

આ કાર્યકરોની અટકાયત
સેનજીભાઈ નાગરાજજી દેલવાડિયા(મોટા), પટેલ કામરાજભાઈ પ્રેમજીભાઈ(મજાદર), રવિભાઈ મુકેશભાઈ ગઢવી(સાબરડા), રમેશભાઈ વિરાભાઈ સોલંકી(સોનબાગ), ભીખાભાઈ હરિભાઈ દેસાઈ(રસાણા), સંજયભાઈ ડી ચૌધરી(માલણ,પાલનપુર), ઈશ્વરભાઈ પૂજાભાઈ ડામોર(અજાપુરા મોટા), કિશોરભાઈ પન્નાલાલ પુરોહિત (બેચરપુરા), નીતિનભાઈ સોમાભાઈ ડાકા(વેંડચા),અંકિતાબેન ઠાકોર(ઢુંઢિયાવાડી)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો