રજૂઆત:સંકલનની બેઠકમાં રેલવેના પ્રશ્નો છતાં રેલવેનો એકપણ અધિકારી હાજર ન રહ્યો

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધારાસભ્યો અને અધિકારીઓ ખફા,નેશનલ હાઈવેનો માર્ગ સ્ટેટ હાઈવેને સોંપવા રજૂઆત

પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની મેરેથોન બેઠક યોજાઇ હતી. 4 કલાક ચાલેલી બેઠકમાં ધારાસભ્ય દ્વારા પુછેલા પ્રશ્નોની ચર્ચા કરી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવ્યાં હતાં. જોકે સૌથી વધુ ગંભીર બાબતે રહી હતી કે પાલનપુર શહેરના સૌથી વધુ પ્રશ્નો રેલવે વિભાગને સ્પર્શતા હોવા છતાં રેલવેનો એક પણ અધિકારી સંકલનની બેઠકમાં હાજર રહ્યો ન હતો.હાલમાં પાલનપુર શહેરમાં ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરને લઇ શહેરની ચારે બાજુ ઓવરબ્રિજ નિર્માણના કાર્યો ધમધમી રહ્યા છે.

શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ વારંવાર સર્જાઇ રહી છે, આ ઉપરાંત કેટલાક પ્રશ્નો બેંકિંગ ક્ષેત્ર ને લગતા હોવા છતાં લીડબેંક મેનેજર ગેરહાજર રહ્યા હતા. ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસથી પણ અધિકારી હાજર રહ્યા ન હતા. બેઠકમાં પાલનપુર એરોમા સર્કલથી આર.ટી.ઓ સર્કલ સુધીના નેશનલ હાઈવેના માર્ગ અને રાજ્યકક્ષાના સ્ટેટ વિભાગને સોંપી દેવા પાલનપુર ધારાસભ્ય રજૂઆત કરી હતી,

ઉપરાંત નવા બસ સ્ટેશન ની આગળ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવાયેલા એસટી સ્ટેન્ડ અને પાણીની પરબ તોડી પાડવા મુદ્દે ધારાસભ્યોએ રજૂઆત કરી હતી જેને લઇ સ્વપ્નિલ ખરે એ લેખિત ખુલાસો પાઠવવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વારકીબેન પારઘી, સંસદ સભ્ય પરબતભાઇ પટેલ અને દિનેશભાઇ અનાવાડીયા, ગેનીબેન ઠાકોર, ગુલાબ રાજપૂત, કાંતિભાઇ ખરાડી, નથાભાઇ પટેલ, શિવાભાઇ ભૂરીયા, મહેશ પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દિનેશ પરમાર, સુશીલ અગ્રવાલ સહિત સમિતિના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

આ પ્રશ્નો ચર્ચાની એરણે રહ્યા

 • સીપુ કેનાલના દબાણ દૂર કરવા
 • ડીસાના રાણપુર વિસ્તારમાં રેતી ખનન અટકાવવા
 • પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં મકાનો મંજુર કરવા, બાકી મકાનોની કામગીરી પૂર્ણ કરવા
 • સીપુ જળાશય યોજનાની નવી વસાહત બનાવવા
 • શાળાના આરડાઓ
 • પાલનપુર શહેર અને એરોમા સર્કલ પાસે ટ્રાફિકનું નિવારણ લાવવા,
 • }ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડુતોને ખેતરમાં જવા રસ્તાની સુવિધા રાખવા
 • નેશનલ હાઇવે પર ખાડા પુરવા અને ટ્રી કટીંગ કરાવવા
 • પાલનપુર નવા બસ સ્ટેશન આગળનો સર્વિસ રોડ શરૂ કરવા,
 • ગૌચરમાંથી દબાણ દૂર કરવા }દિયોદર વિસ્તારમાં રેલ્વે પસાર થાય છે તે વિસ્તારમાં ખેતરમાં જવા રસ્તો મુકવા
 • દિયોદર સરકારી હોસ્પીટલનું કામ શરૂ કરવા
 • સહકારી સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામતની જોગવાઇ અને તેનું અમલીકરણ
 • વાવ- ભાભર અને સૂઇગામ તાલુકાઓમાં પીવાના પાણીનો પ્રશ્ન
 • વિકાસશીલ તાલુકાઓમાં વર્ક ઓર્ડર આપેલ કામો શરૂ કરવા
અન્ય સમાચારો પણ છે...