તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:દર્દીનું નિધન છતાં તબીબે બે વાર વિઝીટ કરી રૂ.11 હજાર ઉપરાંતનું બિલ ધરી દીધું

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાણોદરના કોરોનાના દર્દી સાથે અમદાવાદની હોસ્પિટલ એ છેતરપિંડી કાર્યોનો આક્ષેપ

કાણોદરના કોરોના સંક્રમિત મહિલા દર્દીનું નિધન છતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તબીબે બે વાર વીઝીટ બતાવીને રૂ.11 હજાર ઉપરાંતનું બિલ ધરી દીધું હતું. મૃતકના પરિવારજનોએ આ મામલે અમદાવાદના બોડકદેવ પોલીસ મથકમાં છેતરપિંડીના આક્ષેપ સાથે ફરિયાદ નોંધવા અરજી કરી છે. કાણોદર ગામના 55 વર્ષીય ફાતમાબેનનો ચોથી જુલાઈએ પાલનપુર સિવિલમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બહેતર સારવાર માટે અમદાવાદની ગ્લોબલ હોસ્પિટલમાં ભરતી કર્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ડોક્ટર રાજેશ મિશ્રાએ સારવાર હાથ ધરી હતી.

ફાતમાંબેનના પુત્ર કલબેઅબ્બાસ સુણસરાએ પોલીસને કરેલી અરજીમાં જણાવ્યા મુજબ" 10 જુલાઈથી 11 જુલાઇના વચ્ચે ફાતમાબેનનું નિધન થયું હોવા છતાં તબીબે અમે બેસ્ટ ટ્રાય કરીએ છીએ એવો ખોટો ભરોસો આપી વધુ પૈસા પડાવવાના આશયથી સારવાર ચાલુ રાખી હતી. અને 2 વાર વિઝીટ દર્શાવી રૂ.11504 રૂપિયા બીલમાં એડ કર્યા હતા." તો બીજી તરફ ગ્લોબલ હોસ્પિટલના તબીબ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે "રાત્રીના સમયે જે થયું તે બધું ઓન રેકર્ડ છે. અમારા દ્વારા કશું જ ખોટું થયું નથી. અમે દર્દીનો જીવ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. "

અન્ય સમાચારો પણ છે...