તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વાધણા ગામમાં મનરેગાનું કામ બંધ છતાં મજૂરોના ખાતામાં પૈસા આવ્યા

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.4 લાખની ગ્રાન્ટમાંથી માત્ર રોડ પર મેટલ પાથરી સંતોષ માન્યો હોવાનો આક્ષેપ કરાયો

પાલનપુર તાલુકાના વાધણા ગામમાં મનરેગાના કામમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ ખુદ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભરતજી વાધણીયા દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતુ કે, વાધણા ગામમાં છેલ્લા 8 વર્ષથી મનરેગામાં કોઈ કામ થયું જ નથી. માત્ર એક રોડ બનાવવામાં આવ્યો હતો.

આટલા વર્ષથી મનરેગામાં કામ થયું ન હોવા છતાં મનરેગાના કામદારોના ખાતાઓમાં પૈસા આવે છે. અને જોબકાર્ડ સરપંચ પાસે છે કે તલાટી પાસેથી તેની પણ કામદારોને ખબર નથી. જે પૈસા પણ બારોબાર ઉપડી જાય છે. ગ્રામ પંચાયતના સભ્યોના પણ જોબકાર્ડ બનેલા છે. આ મુદ્દે તપાસ થવી જોઇએ.

વાધણાથી રામસીડા તરફ જવા મનરેગા હેઠળ રોડ બનાવવામાં આવ્યો છે તેમાં માત્ર મેટલ કામ કરીને સંતોષ માનવામા આવ્યો છે. ત્યારે આ બાબતે વાધણા તલાટી સંગીતાબેને જણાવ્યુ હતુ કે મેટલ કામ પૂરતી જ ગ્રાન્ટ આવેલ હોઇ રોડની કામગીરી તે પ્રમાણે કરેલી છે. આ રોડ માટે 4 કે 5 લાખ જેટલી ગ્રાન્ટ આવી હતી તેમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...