ગેનીબહેન ઠાકોરનું વિવાદિત નિવેદન:દિયોદરમાં કહ્યું- 'ચૂંટણીમાં મતદાન દરમિયાન બુથ પર કટાર જોઈશે, કટાર હશે તો જ મતદાન કરાવી શકાશે'

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉંગ્રેસ પાર્ટીના હિત માટે પોતાની સીટ છોડવા માટે પણ તૈયારી બતાવી

પંચાયત, વિધાનસભા કે સંસદની ચૂંટણી હોય મતદાન મથકમાં મતદાર પોતાનો મોબાઈલ ફોન પણ સાથે લઈ જઈ શકતા નથી. ચૂંટણી સમયે હથિયારબંધીનું જાહેરનામું પણ અમલમાં હોય છે. તેમ છતા બનાસકાંઠાના વાવના કૉંગ્રેસી ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે વિવાદિત નિવેદન કરતા મતદાન મથક પર કાર્યકર્તાઓને કટાર સાથે હાજર રહેવા અપીલ કરી હતી.

બનાસકાંઠાના દિયોદરમાં આપ્યું નિવેદન
દિયોદર ખાતે આજે કૉંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ગેનીબહેન ઠાકોરે પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, આગામી ચૂંટણીમાં કાર્યકર્તાઓએ મતદાન મથક પર કટાર સાથે ઉપસ્થિત રહેવું પડશે. કટાર હશે તો જ મતદાન કરાવી શકાશે. આગેવાનોએ પણ કૉંગ્રેસના કાર્યકર્તાઓના રક્ષણ માટે આગળ આવવું પડશે.

શું ગેનીબહેન નિયમો નથી જાણતા?
ચૂંટણી સમયે ચૂંટણી પંચની આચારસંહિતા લાગુ હોય છે, મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં 144ની કલમ લાગુ હોય છે. મતદાર કે ઉમેદવાર પોતાનો મોબાઈલ પણ સાથે રાખી શકતા નથી ત્યારે હથિયારની તો વાત જ ના આવે. તેમ છતા ગેનીબહેન દ્વારા કૉંગ્રેસના કાર્યક્રમમાં કાર્યકર્તાઓને કટાર સાથે મતદાન મથકમાં હાજર રહેવાનું વિવાદિત નિવેદન કર્યું હતું.

જરુર પડે તો પોતાની બેઠક ખાલી કરવા પણ તૈયારી બતાવી
ગેનીબહેન ઠાકોરે પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને જીત માટે કોઈ બેઠકમાં સીટીંગ ધારાસભ્યને બદલવાની જરુર પડે તો તે બદલવા જોઈએ. જો તેની સીટ પર બદલવાની સ્થિતિ આવે તો તેનાથી જ શરૂઆત કરવાની પાર્ટીને અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...