તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ભારતના માણાવદર,જુનાગઢને પાકિસ્તાને પોતાનો હિસ્સો ગણાવતાં પાલનપુરમાં આપ દ્વારા દેખાવો

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનના પ્રધાનમંત્રી દ્વારા પાકિસ્તાની નકશામાં ભારતના માણાવદર અને કાશ્મીર સાથે ગુજરાતના જુનાગઢ અને કચ્છનો સરહદી પ્રદેશને પાકિસ્તાનનો હિસ્સો બતાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો રોષે ભરાયા હતા અને ગુરુવારે ગુરૂનાનક ચોક ખાતે ઈમરાનખાનનું પુતળું સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે પોલીસે સાત કાર્યકરોની અટકાયત કરી પોલીસ ગ્રાઉન્ડ લઈ જવાયા હતા. આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાને નવો નક્શો બહાર પાડ્યો છે. જે અંતર્ગત પાકિસ્તાને સમગ્ર કાશ્મીર સાથે ગુજરાતના કચ્છનો સરહદી પ્રદેશ તેમજ જૂનાગઢ અને માણાવદરને પોતાના પ્રદેશનો હિસ્સો બતાવ્યો છે. પાકિસ્તાનની આ હરકતોનો વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...