રજૂઆત:કાણોદર ગામે અનુસુચિત જાતિના સ્મશાનનું દબાણ દૂર કરવા માંગ

કાણોદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી રજૂઆત છતાં પણ દબાણ દૂર ન કરાતાં રોષ

કાણોદર ગામના અનુ.જાતિના સ્મશાનમાં દબાણ દૂર કરવા ગ્રામ પંચાયત દ્વારા ડીઆઇએલઆર ઓફિસમાં બે વર્ષ અગાઉ રજૂઆત કરાઇ હતી. પરંતુ અત્યાર સુધી કોઇ કામ ન થતાં અનુ.જાતિના લોકોમાં રોષ છે. પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં નીમ થયેલા સ્મશાનની માપણી કરી દબાણ નિયમિત કરી આપવામાં આપવા કાણોદર ગ્રામ પંચાયત દ્વારા ડીઆઇએલઆર ઓફિસમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સ્મશાનનું દબાણ દૂર કરવા માટે અરજી કરાઇ હતી અને નાણાં પણ ભરપાઇ કરવામાં આવ્યા હતા. જગ્યાની માપણી કરી દબાણ નિયત કરી અને દબાણસીટ કરી ઝડપીમાં ઝડપી કામ કરી આપવામાં આવે તેવી ગ્રામ પંચાયત દ્વારા પાલનપુર ડીઆઈએલઆર ઓફિસમાં લેખિત રજૂઆત કરી હતી.

પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરાતા અનુ.જાતિના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ બાબતે સરપંચ ઝહીર ચૌધરી જણાવ્યું હતું કે ‘સ્મશાનનું કામ તાત્કાલિક કરવામાં નહિ આવે તો કાણોદર પંચાયતનું તમામ કામ ઓફિસ બહાર કરવામાં આવશે.’ ગામના દેવાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ‘આ સ્મશાન અમારા બાપ દાદા વખતનું છે જેનું આજદિવસ સુધી દબાણ દૂર કરવામાં આવ્યુ નથી.’

અન્ય સમાચારો પણ છે...