તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અક્સ્માતનો ભય:પાલનપુર ગઠામણથી કોન્વેન્ટ સ્કૂલ સુધી સર્વિસ રોડ આપવા માગણી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઠામણથી કોન્વેન્ટ સ્કૂલ સુધી સર્વિસ રોડ આપવા સ્કૂલની માંગ કરાઇ છે. - Divya Bhaskar
ગઠામણથી કોન્વેન્ટ સ્કૂલ સુધી સર્વિસ રોડ આપવા સ્કૂલની માંગ કરાઇ છે.
  • સ્કૂલ શરૂ થશે તો બાળકોને રોન્ગ સાઈડમાં ચાલવું મુશ્કેલ બનશે

પાલનપુરમાં સિક્સ લેન્થની કામગીરી છેલ્લા એક વર્ષથી ગોકળગતિએ ચાલી રહી છે. ત્યારે ગઠામણથી કોન્વેન્ટ સ્કૂલ સુધી સર્વિસ રોડ બનાવવા સ્કૂલના પ્રિન્સિપાલએ તંત્રને જાણ કરી રજૂઆત કરી હતી કે કોરોનાના કેસ ઓછા થતા સરકાર દ્વારા સ્કૂલ ખોલવાનો નિર્ણય કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સ્કૂલે આવવામાં ભારે હાલાકી પડે તેમ છે માટે સત્વરે સર્વિસ રોડ બનાવી આપવા માંગ કરાઈ હતી.

​​​​​​​પાલનપુર-મહેસાણા સિક્સ લેન્થનું સમારકામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. ત્યારે ગઠામણથી કોન્વેન્ટ સ્કૂલ સુધી સર્વિસ રોડ આપવા સ્કૂલના પ્રિન્સીપાલે માંગ કરી હતી કે અવાર-નવાર કોઈ કારણોસર વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા-પિતા સ્કૂલે આવતા હોય છે, પરંતુ હાઈવેનું કામ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓને રોન્ગ સાઈડમાં આવવું પડે છે. ત્યારે કોઈ પ્રકારે મોટી જાનહાની કે અકસ્માત સર્જાવવાની ભીતિ સેવાઇ રહી છે.

બીજી તરફ વરસાદની સીઝન આવી રહી છે તો વરસાદનું પાણી માર્ગ પર વહે ત્યારે ધોવાણથી સ્કુલમાં આવનારા માર્ગ ધોવાઇ જશે અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં હાલાકી પડશે. તો સત્વરે ગઠામણથી કોન્વેન્ટ સ્કૂલ સુધી સર્વિસ રોડ બનાવી આપવા વહિવટી તંત્રને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...