રજૂઆત:આકેસણરોડની સોસાયટીઓના બંધ સીસીરોડની કામગીરી ચાલુ કરવા માંગ

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં રેલવે વિભાગ સાથે સંકલન કરી સી.સી રોડની કામગીરી ચાલુ કરાવવા નગરસેવકે સાંસદને રજૂઆત કરી

પાલનપુર નગરપાલિકા હદમાં આવેલા વિસ્તારોમાં રેલવે વિભાગ સાથે સંકલન કરી સી.સી રોડની કામગીરી ચાલુ કરાવવા સાંસદ પરબતભાઈ પટેલ ને લેખિત રજૂઆત કરતા પાલિકા સદસ્ય દ્વારા કરવામાં આવી છે.

પાલનપુર નગરપાલિકા દ્રારા આકેસણ રોડ ફાટકથી દેવર્ષિ બંગલોઝના ગેટ સુધી મુખ્ય રસ્તાની સી.સી રોડની કામગીરી,આકેસણ રોડ દીપ નગર સોસાયટી મુખ્ય રસ્તાની સી.સી રોડની કામગીરી અને બેચરપુરા ફાટકથી સાઈ ટેનામેન્ટ પાસે થઈ નગરપાલિકાના બોર સુધી સીસી રોડની કામગીરી મંજુર કરવામાં આવી હતી ત્યારબાદ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી બંધ કરાવવામાં આવી હતી.

આ અંગે રજૂઆત કરતા નગરસેવક અમૃતજોષીએ જણાવ્યું હતું કે "પ્રજાજનોને ઉબડખાબડ રસ્તામાં અવર જવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે જેને લઈ બનાસકાંઠા સાંસદના વડપણ હેઠળ કલેકટર, રેલવે વિભાગના અધિકારી, મુખ્ય અધિકારી પાલનપુર નગરપાલિકાની સંયુક્ત મિટિંગ બોલાવી ઝડપથી સી.સી રોડના કામો ચાલુ કરાવીને પૂર્ણ કરાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...