આર્થિક પેકેજ:કર્મકાંડી ભૂદેવો અને પૂજારીઓ માટે રાહત પેકેજ આપવા માંગ, બ્રાહ્મણોએ કલેકટરને આવેદન આપ્યું

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન દરમ્યાન લગ્નસરા ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમો રદ્દ થતાં બ્રાહ્મણોના ધંધા રોજગાર બંધ થઇ જતાં કફોડી હાલતમાં મુકાયા છે.જેને લઇ આ ધંધા સાથે સંકળાયેલા બ્રાહ્મણોને રાહત પેકેજ આપવાની માંગ કરાઇ છે.ઉપરાંત મંદિરો પણ બંધ રહેતા જિલ્લાના કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને સરકાર દ્વારા રાહત પેકેજ તેમજ  સરકારી ગાઇડલાઇનનુ પાલન કરી મંદિરો ખોલવાની મંજુરી આપવાની માંગ કરી હિરેનકુમાર વ્યાસ, ધનેશભાઈ શાસ્ત્રી,જીતુભાઇ મહારાજ સહિતના કર્મકાંડી બ્રાહ્મણોએ કલેકટરને આવેદન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...