તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:બટાટાનો સંગ્રહ કરતા કોલ્ડ સ્ટોરેજના લોન ખાતા NPA થતા સીલ કરવામા ના આવે તેવી માગ

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બનાસકાંઠા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત

બનાસકાંઠાના ડીસામાં આજે બટાકાની ખેતી કરતા ખેડૂતોએ આજે બનાસકાંઠા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું બટાકા નો સંગ્રહ કરતા કોલ્ડ સ્ટોરેજ ના લોન ખાતા એન પી એ થતા બેંક દ્વારા સીલ કરવામાં ન આવે તેવી માગણી સાથે ખેડૂતોએ ડીસા નાયબ કલેકટર અને બનાસકાંઠા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બટાકામાં વારંવાર મંદીના કારણે અનેક ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું છે તેમાંથી કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ બાકાત રહ્યા નથી. આ કોલ્ડ સ્ટોરેજ માલિકોના લોન ખાતા એન પી એ થતા બેન્કો દ્વારા હવે કોલ સ્ટોરેજ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ આ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન થતા મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ હાઉસ ફૂલ થઈ ગયા છે જ્યારે બીજી તરફ જે સ્ટોર માં બટાટા મૂકવામાં આવ્યા છે એવા પણ કેટલાક ને બેંક દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળતા સ્ટોરેજ માં જે ખેડૂતો ના બટાટા પડ્યા છે તેવા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

એક તરફ વારંવાર મંદીને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે તો બીજી તરફ હવે સ્ટોરેજ માં બટાટા પડ્યા હોય અને બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ થાય તેવી સ્થિતિ સર્જાશે. વળી અત્યારે ગરમીની સિઝનમાં અને જો બટાટા એક સ્ટોરમાંથી બીજા સ્ટોરમાં ટ્રાન્સફર કરવામાં આવે તો પણ બટાટા બગડી જવાની સંભાવના વધી જાય છે.

એવામાંતેએનપીએ થયેલા સ્ટોર માલિકો ને રાહત આપવામાં આવે અને ડિસેમ્બર મહિના સુધી તેમની સામે કાર્યવાહી અટકાવવામાં આવે તેવી માંગ સાથે આજે ખેડૂતોએ ડીસા નાયબ કલેક્ટર અને બનાસકાંઠા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપ્યું હતું અને જો તેમ છતાં પણ બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉરચારી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો