આવેદનપત્ર:રજોસણા જૂથ અથડામણ કેસમાં આરોપીઓ સામે ગુંડા એક્ટની કલમ દાખલ કરવા માંગ

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે જમીન મુદ્દે ખેલાયેલો જંગ લોહીયાળ બન્યો હતો
  • જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું

વડગામના છાપી નજીક રજોસણા ગામે રવિવારે સાંજે ખેતીની જમીનની માલિકી બાબતે બે જૂથો વચ્ચે મારામારી થતાં સામ સામે ફરિયાદ થઈ હતી. જે મામલે ભોગ બનનાર પીડિતોને ન્યાય માટે કલેકટરને અને એસપીને રજુઆત કરાઈ હતી. રજોસણા ગામે ખેતીની જમીનની માલિકને લઈ બે જૂથો વચ્ચે રવિવારે બોલચાલીમાં ઉશ્કેરાઈને પાઈપો ધારીયા વડે હુમલો કરાયો હતો. અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં પાલનપુરમાં હિન્દુ સમાજના લોકો કલેકટર કચેરી એકઠા થઈને જય શ્રી રામ ના નારા ઉચ્ચાર્યા હતા અને થયેલી ફરિયાદમાં આઈપીસી કલમ 307, 420 અને ગુંડા એક્ટ કલમનો ઉમેરો કરવા કલેકટર અને પોલીસ વડાને આવેદન આપી રજુઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...