તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજૂઆત:પાલનપુરમાં અંડરપાસમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવા માંગ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકોને મુશ્કેલી, પાલિકાના સદસ્ય દ્વારા રજુઆત કરાઈ

પાલનપુર-અમદાવાદ હાઈવે નજીક સીએનજી પેટ્રોલ પંપ સામે રેલવે ક્રોસિંગ અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ રહેતાં હોઈ વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. જે પાણીનો કાયમી નિકાલ કરવા પાલિકાના સદસ્ય દ્વારા રજુઆત કરી છે.

પાલનપુર નગરપાલિકા સદસ્ય અમૃતભાઈ જોષીએ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરતા જણાવ્યું હતુ કે, પાલનપુર-અમદાવાદ હાઈવે નજીક સીએનજી પેટ્રોલ પંપ સામે રેલવે ક્રોસિંગ અંડરપાસ સરકાર દ્રારા બનાવવામાં આવેલ છે. પરંતુ ચોમાસામાં ભરાતા વરસાદી પાણીને લીધે પ્રજાજનોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તો કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પાલનપુર અને મુખ્ય અધિકારી પાલનપુર નગરપાલિકાને આ અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો