તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:પાલનપુરના ડોક્ટર હાઉસ વિસ્તારના તબીબો પાર્કિંગ કોમ્પ્લેક્ષ બનાવે તેવી માંગ

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક રહીશે કલેક્ટરને લેખિત રજુઆત કરી

પાલનપુરના ડોકટર હાઉસ વિસ્તારના 50થી વધુ તબીબોએ પાર્કિંગ માટે જગ્યા નથી છોડી જેને લઈ વાહન પાર્કિંગ બાબતે વિવાદો સર્જાય છે. જે મામલે ડોકટર હાઉસ વિસ્તારના તમામ તબીબોએ ફાળો કરીને નવી જગ્યા ખરીદીને પાર્કિંગ સંકુલ બનાવવા પાલનપુરના સ્થાનિક રહીશ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરાઈ છે.

પાલનપુરના ડોક્ટર વિસ્તારમાં 71થી વધુ મોટા હોસ્પિટલ આવેલા છે. જે પૈકી 50થી વધુ હોસ્પિટલમાં પાર્કિંગની સુવિધા નથી. અને જરૂરી બાંધકામ સ્પેસ મુકી નથી. જેને લઈ શહેરના નાગરિકે આ મામલે જિલ્લા કલેક્ટરને મધ્યસ્થી દાખવી ડોકટર હાઉસ વિસ્તારના તમામ તબીબો ભેગા મળી પાર્કિંગ કોમ્પ્લેક્સમાં નિર્માણ કરે જેથી ડોકટર હાઉસ વિસ્તારની વર્ષો જૂની પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવી શકે. હાલમાં સાંકડી ગલીઓમાં તબીબોના વાહનો ઉભા હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ જવાના અનેક બનાવો બનતા દર્દીની હાલત ક્રિટિકલ બની જાય છે. આ અંગે અરજદાર જયેશભાઇએ જણાવ્યું કે આ વિસ્તારના તબીબોએ પાછલા 15- 20 વર્ષથી અહીં પ્રેક્ટિસ કરી રહ્યા છે હવે વાહનો વધતા સમયની માંગ છે કે અહીં જે ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટ છે ત્યાં નવીન હોસ્પિટલ બનાવવા કરતા મોટા પાર્કિંગ કોમ્પ્લેક્ષ બનાવી સમાજ પ્રત્યે ઋણ અદા કરે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો