નગરપાલિકા:પાલનપુર પાલિકા દ્વારા પ્રિમોન્સૂન એક્ટિવિટી દરમિયાન લડબી નદીની સફાઈ કરવા માંગ

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ પૂર્વે શહેરમાં માનસરોવર નાળા, એફસીઆઇ નાળા સહિત અન્ય નાળાઓની સફાઇ કામગીરી શરૂ કરાઈ

 પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન એક્ટિવિટી હાથ ધરાઈ છે. વરસાદ પૂર્વે માનસરોવર નાળા નાળા એફસીઆઇ નાળા સહિત અન્ય નાળાઓની સફાઇ કામગીરી હાથ ધરાઈ હતી. જોકે વરસાદી પાણીના નિકાલ માટેની નાખવામાં આવેલી નવી પાઇપલાઇનની તેમજ દૂષિત પાણી જે લડબી નદીમાં નાખવામાં આવે છે તે લડબી નદીની પણ સફાઈ કરવા માંગ ઉઠી છે.

પાલનપુર શહેરમાં હાલમાં જુદા જુદા નાળાઓ મારફતે ગટરનું પાણી માનસરોવર તળાવમાં ઠલવાય છે. જ્યારે શહેરનું અન્ય વિસ્તારોનું દૂષિત પાણી ગોબરી તળાવમાં ઠલવાય છે. અગાઉ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલએ માનસરોવર તળાવ અને લડબીનદીમા દૂષિત પાણી ન ઠાલવવા વહીવટીતંત્રને ફિટકાર લગાવી હતી. જોકે પાલનપુરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોવાથી તળાવ અને નદી દૂષિત બની છે. ત્યારે હાલમાં ચાલી રહેલી પ્રિમોન્સૂન એક્ટિવિટી દરમિયાન ફરી એકવાર લડબી નદીની પણ સફાઇ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...