તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:છાપી વિસ્તારમાં PHCની જગ્યાએ CHC બનાવવા માગ,છાપી તા.પં.ના સદસ્યોએ વડગામ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાપી આસપાસના વિસ્તારના દોઢ લાખ લોકો માટે સુવિધા ઉભી કરવા માગ

છાપી વિસ્તારના સદસ્યો અને અગ્રણી દ્વારા છાપી વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે વડગામ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છાપી વિસ્તારના આજુબાજુ અંદાજીત દોઢ થી બે લાખ જેટલા લોકો વસવાટ કરે છે ને આજુબાજુ ઘણા મોટા ગામડા હોવાથી છાપી માં પી.એસ.સી ની જગ્યાએ સી.એચ.સી બનાવવા માં આવે અને લોકો માટે મોટી આરોગ્ય ની સુવિધા ઉભી કરવામાં આવે તેવી રજુઆત કરી છે.અને તાત્કાલિક આનો નિકાલ થાય અને તાત્કાલિક સુવિધા મળે એવી વડગામ મામલતદાર ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

વડગામ તાલુકા પંચાયત ડેલીકેટ લક્ષમણ ભાઈ પટેલે જણાવ્યું હતું કે છાપી વિસ્તારના સદસ્યો આજે મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું છે છાપી વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ હતી એ હાલ નથી એક વર્ષ થી ઉઠાવી લેવામાં આવી છે ને કોણોદર માં મુકવામાં આવી છે.

રજૂઆતકર્તાઓએ કહ્યું હતું કે, છાપી PHC માં કોઈપણ સુવિધા નથી છાપીના આજુબાજુ ઘણા મોટા ગામડા છે PHC ની જગ્યાએ CHC બનાવવા માં આવે મોટી સુવિધા બધી ઉભી કરવામાં આવે. આરોગ્ય ની દ્રષ્ટિએ આરોગ્ય ની સેવા હાલ કોઈ ઉપલબ્ધ નથી અમે બધા મળીને આજે આવેનદન પત્ર સાહેબને આપ્યું છે અમને છાપી ખાતે બધી સુવિધા મળે. છાપીમાં લગભગ આજુબાજુ ના દોઢ થી બે લાખ વસ્તી વસવાટ વાળા ગામા છે દરેક ને આવો લાવો મળે અમે બધા મળીને સામુહિક આ પ્રયાસ કર્યો છે તાત્કાલિક આનો નિકાલ થાઈ અમને તાત્કાલિક સુવિધા મળે એમાટે અમે સાહેબ ને આવેદનપત્ર આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...