તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આવેદન:પાલનપુરના વેપારી હત્યા કેસમાં 61 દિવસ પણ આરોપી ન ઝડપાતાં સીબીઆઈ તપાસની માંગ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિજનો અને પ્રજાપતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

પાલનપુરના વેપારીની નિર્મમ હત્યા કરેલો મૃતદેહ આકેસણની સિમમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાને 61 દિવસ વિતવા છતા આરોપીઓની કોઇ ભાળ ન મળતા પ્રજાપતિ સમાજે સોમવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. પાલનપુરમાં ગારર્મેન્ટની દુકાન ધરાવતા લક્ષ્મીપુરાના વેપારી દલપતભાઇ ઇશ્વરભાઇ પ્રજાપતિની તારથી બાંધી સળગાવી દઈ હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી હતી. જેમનો મૃતદેહ આકેસણ - વેડંચાની સિમમાંથી મળી આવ્યો હતો.

આ અંગે મૃતકના પુત્ર સંદિલકુમારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવને 61 દિવસ વિતવા છતા આરોપીઓની કોઇ ભાળ ન મળતા મૃતકના પરિવારજનો સહીત ગુજરાતભરના પ્રજાપતિ સમાજના આગેવાનોએ સોમવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ તપાસ સી.બી.આઇ. ને સોપવા અને આરોપીઓને ઝડપી પાડી ન્યાય અપાવવાની માંગ કરી હતી. આ અંગે પાલનપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિએ પણ પોલીસની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો