તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:LLBની ફીમાં 20 ટકાનો ઘટાડો અને ફી ભરવા 2 માસના હપ્તા કરી આપવા માંગ

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો યુનિ. દ્વારા ફી વધારો ખેંચવામાં આવશે તો વધારાની ફી મજરે આપીશું તેવી ડાયરેક્ટરે બાંહેધરી આપી હતી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંચાલિત પાલનપુર બીકે મર્કેન્ટાઈલ બેંક લો કોલેજના એલએલબીની ફીમાં 20 ટકાનો ઘટાડો કરવા છાત્રોને ફી ભરવામાં 2 મહિનાના હપ્તા કરી આપવા કોલેજના નિયામકને રજુઆત કરી હતી.જેમાં યુનિ. દ્વારા ફી વધારો ખેંચવામાં આવશે તો વધારા ની ફી મજરે આપીશું. ડાયરેક્ટરએ બાંહેધરી આપી હતી. પાલનપુર લો કોલેજના પ્રિન્સિપાલને લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે વિદ્યાર્થીઓને એપ્રિલ-મેમાં આર્થિક સ્થિતિ કફોડી બની છે તે ભરવાની પરિસ્થિતિ ન હોવાથી ફી ભરવા જુલાઈ ઓગસ્ટ બે મહિના સમય આપવા તેમજ કોલેજ ફી બે હપ્તામાં ભરવાની વ્યવસ્થા કરી આપવા માંગ કરાઈ હતી.

છાત્રોએ જણાવ્યું કે ગત વર્ષથી 10,500 અને 11,500 જે કરી છે જે વધારે છે. આ વર્ષે મહામારીના લીધે ફીમા 15થી 20 ટકાનો ઘટાડો કરેે. છાત્ર નેતા નિતીન ડાકાએ જણાવ્યું કે " ફી અંગે છાત્રોની રજુઆત બાદ LLB સેમ.5માં એડમિશન બાબતે અને ફી ઘટાડાની સાથે ફી ભરવાના સમય મર્યાદામાં વધારો કરવા બાબતે બનાસકાંઠા એન.એસ.યુ.આઈ. અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરાતા ફી ભરવાના સમયમાં વધારો કર્યો હતો અને યુનિવર્સિટી દ્રારા ફી વધારો જો પાછો ખેંચવામાં આવશે તો વધારાની ફી મજરે આપીશું એવું કોલેજના ડાયરેક્ટરએ બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...