લોકમાંગ:શહેરની સાંકડી ગલીમાં સફાઇ માટે વપરાતાં મશીનમાં ખામી : એક વર્ષથી બિનઉપયોગી

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર નગરપાલિકાનું બોબકેટ મશીન કારીગરના અભાવે એક વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બન્યુ છે. - Divya Bhaskar
પાલનપુર નગરપાલિકાનું બોબકેટ મશીન કારીગરના અભાવે એક વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બન્યુ છે.
  • પાલનપુર પાલિકાએ 15 વર્ષ અગાઉ રૂ.25 લાખના ખર્ચે વસાવેલા બોબકેટ મશીનમાં ખામી સર્જાતા કારીગરના અભાવે શોભાના ગાંઠિયા સમાન બન્યું

નગરપાલિકા દ્વારા પંદર વર્ષ અગાઉ શહેરમાં સફાઇ કરવા માટે બોબકેટ મશીન વસાવવામાં આવ્યું હતું. પરંતુ બોબકેટ મશીનમાં યાંત્રીક ખામી સર્જાતા કારીગરના અભાવે છેલ્લા એક વર્ષથી મશીન શોભાના ગાંઠિયા સમાન ભાસી રહ્યું છે.

પાલનપુર શહેરમાં સાંકડી ગલીમાં સારી રીતે સફાઇ કરી શકાય તે માટે પાલનપુર નગરપાલિકા દ્વારા પંદર વર્ષ અગાઉ અંદાજીત રૂ.25 લાખના ખર્ચે બેગ્લોરથી બોબકેટ મશીન વસાવવામાં આવ્યું હતું. જેથી આ મશીન સાંકડી ગલીઓમાં જઇ સહેલાઇથી સારી રીતે સફાઇ કરી શકતુ હતુ.પરંતુ આ બોબકેટ મશીનમાં યાત્રીક ખામી સર્જાઇ છે.જેથી મશીનના કારીગરના અભાવે છેલ્લા એક વર્ષથી બોબકેટ મશીન પાલિકામાં શોભાના ગાંઠિયા સમાન ભાસી રહ્યુ છે.પાલિકા દ્વારા આ મશીન ઝડપથી રીપેરીંગ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...