દીક્ષાંત સમારોહ:ડીસાની નવજીવન બી.એડ. કોલેજ ખાતે તેજસ્વી તારલાઓ તેમજ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવજીવન બી.એડ. કોલેજ ખાતે આજે મંગળવારે દીક્ષાંત સમારોહ યોજાયો
  • કોલેજ કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

ડીસાની નવજીવન બી.એડ. કોલેજ ખાતે આજે મંગળવારે દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે શિક્ષકોને પણ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. વર્ષ 2019, 2020 અને 2021માં કોલેજ કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓનો ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. નવજીવન બી.એડ. કોલેજના ભૂતપૂર્વ અધ્યાપકો કે જેઓ હાલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે જોડાયા છે તેમને પણ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ડીસા ખાતે કાર્યરત નવજીવન બી.એડ. કોલેજ ખાતે આજે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્ય ડો. સોનલબેન પ્રજાપતિએ કર્યું હતું. સંસ્થા દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાનો પરિચય અને વાર્ષિક અહેવાલ પ્રાધ્યાપક જયેશભાઈ ઠક્કરે રજૂ કર્યો હતો.

આ સિવાય વર્ષ 2019, 2020 અને 2021માં કોલેજ કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનો ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. નવજીવન બી.એડ કોલેજના ભૂતપૂર્વ અધ્યાપકો જેઓ હાલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે જોડાયા છે તેઓને પણ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સેમેસ્ટર ચારના તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે મુખ્ય મહેમાન હરેશભાઈ ચૌધરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, શિક્ષક તરીકેની જવાબદારી ખૂબ મોટી છે. અત્યાર સુધી તમે તમારા વાલીના સહયોગથી ડિગ્રીઓ હાંસલ કરી છે. હવે પોતે પગભર બનો અને પોતાનો ખર્ચ જાતે ઉઠાવો. કંઈક નવું સ્ટાર્ટઅપ શરૂ કરો, સંસ્કારો સાથેનું શિક્ષણ ઉત્તમ શિક્ષણ છે તે ગુરૂ મંત્ર સાથે આગળ વધતા રહો.

જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઈ. સી. મેમ્બર હરેશભાઈ ચૌધરી, એસ.એસ ગોવિંદા બી.એડ કોલેજના ડૉ. છાયાબેન ત્રિવેદી, એસ.એસ મહેતા આર્ટસ કોલેજ હિંમતનગરના પ્રા. જે.બી પટેલ, ટ્રસ્ટના પ્રમુખ ડો.દજાભાઈ પટેલ, ટ્રસ્ટી બાબુભાઈ પટેલ, ડૉ. હરિભાઈ ચૌધરી, શંકરભાઈ પટેલ, રૂપાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રા. અમિતકુમાર સોલંકીએ કર્યું હતું તેમજ આભારવિધિ પ્રા. નીરવભાઈ પરમારે કરી હતી. આ કાર્યક્રમમાં નવજીવન બી.એડ. કોલેજના અધ્યાપકો તથા સેમેસ્ટર બે અને સેમેસ્ટર ચારના તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...